ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલની સજા અને રૂપિયા એક લાખ પાંચ હજાર ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કરતી અદાલત.

chek-bouns
ગોધરા કોર્ટ દ્વારા ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી

ગોધરા,
રોજ બરોજના નાણાકીય વ્યવહારોમાં સમાજમાં ચેકની વીસવશનીયતામાં લોકોને ભરોશો રહે તે માટે કોર્ટો દ્વારા પણ ચેક રિટર્ન થવાના કેસોમાં ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહેલી છે. ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે.

વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી સરદાર અમનપ્રીતસિંગ સુરીનદરસિંગ રહેવાસી ભૂરાવાવ ગોધરા પાસેથી આરોપી વિપુલકુમાર એસ. સેવક રહેવાસી-પદમાંવતી સોસાયટી, ગોધરાના એ ફરિયાદી પાસેથી મેડિકલ સારવાર માટે રૂપિયા 1,05,000 હાથ ઉછીના લીધા હતા. તે રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તે રકમની પરત ચુકવણી પેટે આરોપી એ ફરિયાદીને પોતાની બેંક ઓફ બરોડા બેન્ક ગોધરા શાખાનું ચેક લખી આપેલ હતા, પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની બેંક મારફતે ક્લિયરિંગમાં મોકલતા બેલેન્સ ન હોવાના કારણસર ચેક પરત કરેલ. તેથી કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ. તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ગોધરા કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓને ધ્યાનમાં લઇને ગોધરાના ત્રીજા ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જજ ધીરજકુમાર બી. રાજનએ આરોપી વિપુલકુમાર સેવકને ચેક રિટર્ન થવાના ગુનામાં કસુરવાન ઠરાવીને આરોપીને એક વર્ષ કેદની સજા ભોગવવાનું અને ફરિયાદીને રૂપિયા એક લાખ પાંચ હજાર વળતર અને જો વળતર રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજાનો દાખલો બેસાડતો હુકમ કરેલ છે.