કાલોલમાં ગેરકાયદેસર ગેસ રિફિલીંગનું કૌભાંડ ઝડપાયું, બે શખસોની ધરપકડ.

કાલોલમાં બાતમીના આધારે ગોધરા એસઓજી શાખાના પી.આઇ સહિત સ્ટાફના માણસોએ કાલોલના રબ્બાની મસ્જિદ પાસે આવેલા તળાવ રોડ લવારની ચાલીમાંથી ગેરકાયદે ગેસનું રિફિલિંગ કરનાર બે શખસોની અટકાયત કરીને 40,900 નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ સંદર્ભમાં પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલીંગ કરતાં ઇસમોને શોધી કાઢી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના એસઓજી શાખાના પીઆઇ આર.એ.પટેલને આપી હતી. જે સૂચનાના આધારે એસઓજી શાખાના સ્ટાફે કાલોલના રબ્બાની મસ્જિદ પાસે તળાવ રોડ ઉપર લવાની ચાલી પાસે અનધિકૃત અને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા હર્ષદકુમાર કનૈયાલાલ પરીખ (રહે. હોળી ચકલા, મહાલક્ષ્મી ચોક કાલોલ) અને ઈકબાલ મહમદ અયાઝ શેખ (રહે. જુમ્મા મસ્જિદ ચકલાની પાછળ)ને ગેસના બોટલ નંગ. 22 તથા ગેસ રીફિલીંગ કરવાની નોઝલ નંગ 2 તથા વજન કાંટો નંગ 1, પકડ નંગ 2 મળી 40,900ના મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.