જામનગરમાં પણ જ્યાં જુઓ ત્યાં વિનાશ, વૃક્ષો ધરાશાયી થતા વાહનોને નુક્સાન, હાઈવે બંધ,

જામનગર, ગુજરાતને ટકરાઈને ગુરુવારે રાત્રે બિપરજોય વાવાઝોડું પસાર થયું છે. વાવાઝોડું તો પસાર થઈ ગયું પરંતુ તેના કારણે સર્જાયેલી તબાહીના દ્રશ્યો હવે સામે આવવા લાગ્યા છે. હજુ પણ રાજ્યભરમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રભરમાં સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેવામાં જામનગરમાં થયેલી વાવાઝોડાની અસરની તસવીરો સામે આવી છે.

જામનગરમાં ભારે પવન ફુંકાવાથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. મોટ વૃક્ષો ભારે તુટી અને પવન સાથે ફંગોળાતા અનેક વાહનોને નુક્સાન થયું છે. જામનગરમાં ઠેરઠેર તબાહી જોવા મળે છે. કોઈ જગ્યાએ વાહન તો કોઈ જગ્યાએ મકાનોને નુકશાન થયું છે.

દ્વારકા-જામનગર હાઇવે પર વાવાઝોડાંની ગંભીર અસર જોવા મળી રહી છે. હાઇવે પર આવેલી અલખ નામની હોટેલમાં ખૂબ જ નુક્સાન થયુ છે. હોટેલના શેડ તૂટી ગયા છે. ભારે પવનને કારણે પાકગ સેડ અને હોટેલના શેડ તૂટી ગયા છે. અલખ નામની હોટેલમાં વરસાદના કારણે ઘણું નુક્સાન થયેલું છે. હાઇવે પર હજુ પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગરમાં બિપરજોયના પગલે ગઈકાલ રાતથી ભારે પવન ફૂંકાવાની શરુઆત થઈ હતી. જે સ્થિતિ આજે યથાવત રહી હતી તીવ્ર ગતિથી ફુંકાતા પવનના કારણે અનેક રસ્તા પર વૃક્ષો ધરાશાઈ થયા છે. જાણવા મળતી માહિતી અનુસાર કાલાવડ-ધોરાજી હાઇવે પર વૃક્ષો પડી જવાથી હાઇવે બંધ થયો હતો. ઠેર ઠેર રસ્તા વચ્ચે વૃક્ષો પડી જતા વાહનવ્યવહાર અને અવિરત વરસાદના કરાણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે.