ફતેપુરાના બાલૈયા ગામે યુવકે નર્સ યુવતિનો પીછો કરી ધાકધમકી આપી રોકડ, મોબાઈલની લુંટ કરતાં ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા ગામનો એક સલંપટ યુવક સરકારી દવાખાનામાં નર્સ તરીકે ફરજ બજાવતી 26 વર્ષીય યુવતીનો પીછો કરી ફરીથી પ્રેમ સંબંધ બાંધવા ધાકધમકી આપી થપ્પડ મારી યુવતચી પાસેથી રૂા. 1500ની રોકડ, અગત્યના આઈ ડી.કાગળો તથા રૂપિયા 10,000ની કિંમતનો મોબાઈલ સાથેની બેગ ઝુંટવી લઈ નાસી ગયાનું જાણવા મળ્યું છે.

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા ગામના મેણા ફળિયામાં રહેતી અને ફતેપુરા તાલુકાના સરકારી દવાખાનામાં નર્સ તરીકે ફરજ બજાવતી 26 વર્ષીય યુવતીનો બલૈયા ગામના મોર પીપરા ફળિયામાં રહેતો રણજીતભાઈ લાલજીભાઈ માલ નામના લંપટ યુવકે ગત તા. 26-6-2023ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે, સલરા ગામના રોડ પર પીછો કરી ફરીથી પ્રેમ સંબંધ બાધવા ધાકધમકી આપી બેફામ ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ યુવતીને થપ્પડ મારી તે યુવતી પાસેની રૂા. 1500ની રોકડ તથા અગત્યના આઈડી, કાગળો તેમજ રૂા. 10,000ની કિંમતો વીવો કંપનીનો મોબાઈલ ફોન સાથેની બેગ ઝુંટવી લઈ ત્યાંથી નાસી ગયો હતો. આ સંબંધે ભોગ બનેલ પીડીત યુવતીએ ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે બલૈયા ગામના મોર પીપરા ફળિયામાં રહેતા રણજીતભાઈ લાલજીભાઈ માલ વિરૂધ્ધ ઇપીકોે કલમ 323, 379(ક), 354(ધ), 504, 506(1) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.