દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ ચોગનીયા ફળિયા જવાના રોડ પર પુરપાટ દોડી આવતી મોટર સાયકલ સામેથી આવતી બાઈક સાથે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દેવગઢ બારીઆ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
એક મોટર સાયકલ ચાલક ગતરોજ બપોરના સવા બાર વાગ્યાના સુમારે તેના કબજાની જીજે-05 જી.એફ6447 નંબરની હીરો હોન્ડા કંપનીની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી દે.બારીયા ચોગનીયા ફળિયા જવાના રસ્તા પર સામેથી આવતી નરેશભાઈ સનીયાભાઈ વહુનીયાની જીજે-20 બી.એ-6105 નંબરની હોન્ડા કંપનીની બહાઈક સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં હોન્ડા કંપનીની બાઈક ચાલક નરેશભાઈ સનીયાભાઈ વહુનીયાને કપાળના ભાગે ફ્રેક્ચર થથા શરીરે ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી. જ્યારે હીરોહોન્ડા મોટર સાયકલનો ચાલક પોતાની મોટર સાયકલ લઈ નાસી ગયો હતો. આ સંબંધે ગરબાડાના નળવાઈ ગામના વાડી ફળિયામાં રહેતા સુરેશભાઈ પાનકાભાઈ ભુરીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે દે.બારીયા પોલીસે હીરોહોન્ડા મોટર સાયકલના ચાલક વિરૂધ્ધ ઇપીકોે કલમ 279, 337 તથા એમ.વી.એક્ટ 177, 184, 134 મુજબ માર્ગ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.