દાહોદ, ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને દાહોદ જિલ્લા એ.એસ.પી. જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં ગરબાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી યોજનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને દાહોદ જિલ્લા એ.એસ.પી. જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.એલ.પટેલ સાથે ગરબાડા પોલીસ મથકે ગરબાડા ગામના સરપંચ તેમજ ગરબાડા અને ગાંગરડીના ગામ લોકો તેમજ આગેવાનો સાથે આવનાર ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેમ જ નગરમાં સંપ્રદાય બની રહે તે માટે આ શાંતિ સમિતિ બેઠકની યોજાઇ હતી. આ બેઠકમાં દાહોદ જિલ્લા એ.એસ.પી. જગદીશ બાંગરવા પ્રતિક્રિયા આપી હતી.