ગોધરા મહાવીર જૈન સોસાયટી ખાતેથી ઈકો ગાડીની ચોરીની ધટના સીસી ટીવીમાં કેદ

ગોધરા, ગોધરા શહેરના ધાનકાવાડ પાસે આવેલ મહાવીર જૈન સોસાયટી ખાતે અજાણ્યા ચોર ઈસમે ઘર આંગણે પાર્ક કરી મૂકી રાખેલ ફોર વ્હીલ મારૂતિ સુઝુકી ઇકો ગાડીનું લોક તોડીને તેને લઈને ફરાર થઈ જતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેથી ગાડીના માલિકે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી..

આ બનાવ સંદર્ભમાં ગોધરા શહેરના ધાનકાવાડ મહાવીર જૈન સોસાયટી ખાતે રહેતા ચંદ્રેશ કનૈયાલાલ ભમવાનીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે ગત. 11/06/23 ના રોજ રાત્રિના દસેક વાગ્યાની આસપાસ મારી ફોર વ્હીલ મારૂતિ સુઝુકી ઇકો ગાડીનં. જીજે.17.બીએચ. 9268 જેની કિંમત રૂા. 2,90,000/- ની ઘર આંગણામાં પાર્કિંગ કરીને મૂકી રાખી હતી. જ્યારે અમે બીજા દિવસે અમારી ગાડી જોતા તે જોવા મળી ન હતી. જેથી અમે અમારા ઘરમાં મુકેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં એક ઈસમ અમારી ફોર વ્હીલ ઈકો ગાડીનું લોક તોડીને ચોરી કરી લઈ ગયા હતા. જેથી ચંદ્રેશભાઇ ભમવાનીએ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા ચોરને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.