ગ્રીસમાં ઓવરલોડ બોટ પલટી, ૭૯નાં મોત:૧૦૪ લોકોને બચાવી લેવાયા; રેસ્ક્યુ ઓપરેશન ચાલુ; બોટમાં ૭૫૦ લોકો સવાર હતા

ગ્રીસ, ગ્રીસમાં વહેલી સવારે એક ઓવરલોડેડ બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૭૯ લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં ૧૦૪ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. કોસ્ટ ગાર્ડે કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે બોટ જ્યારે ડૂબી ત્યારે તેમાં કેટલા લોકો સવાર હતા.જો કે, અકસ્માતમાં બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર, વિમાનમાં ૭૫૦ લોકો સવાર હતા.

કાલામાતાના મેયર થાનાસિસ વાસિલોપોલોસે CNNને જણાવ્યું હતું કે બચાવી લેવામાં આવેલા તમામ પુરુષો ૧૬-૪૧ વર્ષની વચ્ચેના હતા. બોટમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. ૪ લોકોએ હાયપોથમયાના લક્ષણો દર્શાવ્યા (એવી સ્થિતિ જેમાં શરીરનું તાપમાન સામાન્ય કરતા ઓછું થઈ જાય). તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બચી ગયેલા લોકોને કલામાતા નગરના બંદર પરના વેરહાઉસમાં રાખવામાં આવ્યા છે.

જૂનની શરૂઆતમાં લિબિયાએ સ્થળાંતર કરનારાઓ પર કડક કાર્યવાહી કરી હતી. અહેવાલો અનુસાર, ઇજિપ્તવાસીઓ, સીરિયનો, સુદાનીઝ અને પાકિસ્તાનીઓ સહિત કેટલાક હજાર પ્રવાસીઓની અટકાયત કરવામાં આવી હતી. રાજધાની ત્રિપોલી અને પશ્ર્ચિમ લિબિયાના અન્ય શહેરોમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં સ્થળાંતર કેન્દ્રો પર દરોડા પાડવામાં આવ્યા છે.

નાઈજીરિયાના ક્વારામાં નાઈજર નદીમાં એક બોટ પલટી ગઈ. આ દુર્ઘટનામાં ૧૦૩ લોકોના મોત થયા હતા, જ્યારે ૯૭ લોકો ગુમ થયા હતા. જ્યારે, ૧૦૦ લોકોનો બચાવ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોટમાં ૩૦૦ લોકો સવાર હતા. બધા લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.