દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદના લીમડી ગામના બજારમાં ઘરનો જરૂરી સામાન ખરીદી પોતાની પત્ની સાથે મોટર સાયકલ પર પરત ઘરે જઈ રહેલા ખરવાણી ગામના આધેડની પ્લાસ્ટીકની ડોલો લઈ મોટર સાયકલ પર પાછળ બેઠેલ પત્ની વાવાઝોડાનો પવન પ્લાસ્ટીકની ડોલમાં ભરાવાથી અકસ્માતે ગાડી પરથી પડી જતાં માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
ઝાલોદના ખરવાણી ગામના 48 વર્ષીય તુરસીંગભાઈ માનીયાભાઈ બારીયા તથા તેની પત્ની શાંતાબેન મોટર સાયકલ પર લીમડી બજારમાં ઘરવખરીનો સરસામાનની ખરીદી માટે ગયા હતા અને બપોરના સમયે ખરીદી કરી મોટર સાયકલ પર પરત ઘરે આનવી રહ્યા હતા. તે વખતે કુણી ગામે રોડ પર હતા તે વખતે વાવાઝોડું ફુંકાયું હતું અને મોટર સાયકલ પર પાછળ પ્લાસ્ટીકની ડોલો લઈ બેઠેલ શાંતાબેનના હાથમાની ડોલોમાં વાવાઝોડાનો પવન ભરાઈ જતાં શાંતાબેન મોટર સાયકલ નીચે રોડ પર પટકાતાં તેને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
આ સંબંધે લીમડી પોલીસે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.