- નિમણુંક મેળવનાર ક્લાર્ક ને સ્ટાફ ના કર્મચારીઓ નહીં ઓળખતા હોવાનો ખુલાસો.
- આરોગ્ય વિભાગ માં ધોળા દિવસે અધિકારીઓ રૂબરૂ મોટો છબરડો.
દાહોદ, પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીયા તાલુકા મથકે આજુબાજુના ગામડાની જનતાને નિ:શુલ્ક દવાસારવાર મળી રહે તે માટે સરકાર તરફથી જરૂરી મેડિકલ સ્ટાફ સહીત કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. અંગ્રેજો વખતના અને રજવાડી શાસન સમય થી બનેલી આ હોસ્પિટલ આજે પણ મોજુદ છે. જયારે નજીકમાં સરકાર દ્વારા લાખ્ખો નહીં પણ કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું નવીન બાંધકામ કરીને હાલમાં તે જગ્યાએ તમામ વોર્ડ અને વહીવરી કામગીરી પણ કરાઈ રહી છે.
સત્તાવાર સૂત્રો માંથી મળતી માહિતી મુજબ દેવગઢબારીયાની આ સરકારી હોસ્પિટલમાં વડોદરાની નાકરાણી નામની ખાનગી એજન્સી દ્વારા આઉટસોર્સીંગ ક્લાર્ક તરીકે મેહુલ એ. પરમારની હંગામી નિમણુંક આપવામાં આવેલ હતી. અને આ મેહુલ પરમારની જગ્યા એ દરરોજ નોકરી ઉપર આ સરકારી દવાખાનામાં નિવૃત થયેલા બાબુભાઈ બી. પરમાર દૈનિક હાજરીપત્રકમાં સહી કરતો અને ઓફિસમાં મેહુલ પરમારની જગ્યાએ ક્લાર્ક તરીકેની ફરજ પણ બજાવતો હતો. ખાનગી એજન્સી મારફતે ક્લાર્ક તરીકેની નોકરી મેળવનાર મેહુલ પરમાર ક્યાંનો છે..?. ક્યારે દવાખાનામાં નોકરી આવે છે..? ક્યારે નોકરીમાં હાજર થયો તે અંગેની જાણકારી જેતે સમયના હોસ્પિટલના અધ્યક્ષને પણ કદાચ ખબર નહીં હોય. અથવા જો ખબર હોય તો જવાબદાર અધ્યક્ષ દ્વારા કેમ કોઈ તપાસ નહીં કરી. હાલ સુધી માં આ મેહુલ પરમાર દ્વારા સરકાર માંથી પોતાની ફરજ દરમ્યાન કેટલું વેતન (પગાર) મેળવ્યું કે પછી આ વેતન પણ તેની જગ્યા ફરજ બજાવનાર બાબુ પરમારના ખાતામાં જમા થયું તે પણ એક તપાસનો વિષય છે. દેવગઢબારીયાની સરકારી હોસ્પિટલ માંથી નિવૃત થયેલા કર્મચારી બાબુ પરમારને પુન: નિયુક્તિ કયા કારણોસર કચેરીનું વહીવટી કામકાજ કરવા માટે અને કોની સૂચના અને લેખિત હુકમ થયેથી આપવામાં આવી તેપણ જવાબદાર તંત્ર એ જોવાનું રહ્યું.દેવગઢબારીયા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા આઠ જેટલાં કર્મચારીઓ સહીત જવાબદાર કહેવાતા અધિકારી એ સ્ટાફની સંયુક્ત સહીઓ સાથેના નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે આ મેહુલ એ. પરમારને અમોએ જોયેલા પણ નથી અને ઓળખતા પણ નથી અને તેમની જગ્યા એ બાબુભાઇ બી. પરમાર નામના વ્યક્તિ એ સહીઓ કરી મેહુલ પરમારની જગ્યા એ ક્લાર્કની ફરજ બજાવી છે. અને આ મેહુલ પરમાર ને તા.3/6/2023 ના રોજ થી કચેરી સમય બાદ થી છુટ્ટા કરવામાં આવેલ છે. જે નિવેદન તેમની કચેરી ના જાવક નં.1474/23 મુજબ આપવામાં આવેલ છે.
સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા આ અંગે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે ખાતાકીય અને કાયદાકીય પગલાં લેવાય તે અતિ જરૂરી બન્યું છે.