પંચમહાલ સમાચારનો ગ્રાઉન્ડ રિપોર્ટ : વોર્ડ નં.૬ એશિયા ખંડમાં સૌથી મોટી કબ્રસ્તાન ધરાવતો ગોધરાનો પોલનબજાર થી મજાવર રોડ ખખડધજ

ગોધરા,
લોકપ્રશ્ર્નોને જાણવાના વિનમ્ર પ્રયાસ સાથે બિનરાજકીય નિષ્પક્ષપણે રજુ કરતી શ્રેણીના ભાગરૂપ ગોધરા પાલિકાના વોર્ડ નં.૬ની મુલાકત લેતાં લોકોએ પોતાની લાગણી વ્યકત કરી હતી. આ વોર્ડમાં જહુરપુરા, ગોહ્યા મહોલ્લા, શિકારી મહોલ્લા, વાલી ફળીયા ૧,૨,અને૩, પોલનબજાર, દડી પ્લોટ, રાટા પ્લોટ, મહમંદી મહોલ્લા સહિતના લધુમતી સમાજના લોકો રહે છે. અહીં મુખ્યત્વે રસ્તાના પ્રશ્ર્ન છે.

એશિયા ખંડમાં સૌથી મોટી કબ્રસ્તાન ધરાવતો ગોધરાનો પોલનબજાર થી મજાવર રોડ સુધી સમાવેશ પામે છે. આ મહત્વનો અને જાહેર રસ્તો હોવાના કારણે વેજલપુર રોડ, વચલા ઓઢા, રાટા પ્લોટ, પટેલ મીલ સહિતના વિસ્તારોમાંથી વાહન ચાલકો રાત-દિવસ અહીંથી પસાર થાય છે. વર્ષો પૂર્વે બનાવવામાં આવેલ રસ્તાઓની ગુણવત્તા જાળવવામાં નહીં આવતાં તથા સતત અવરજવરના કારણે આ રસ્તાની સામગ્રી બહાર આવીને તૂટફુટ હાલતમાં જોવા મળે છે. ઠેરઠેર ઉબડખાબડ બનેલા માર્ગને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ, કરીને ચોમાસામાં અહીં કાદવ-કીચડ સર્જાવવાના કારણે લોકોની તકલીફો વધી જાય છે. તેવા સમયે જનાજો લઈ જનારને સાચવીને પસાર થવું પડે છે. અનેકવાર રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા અનદેખી કરવામાં આવતાં છેવટે સેવાભાવી લોકો દ્વારા રસ્તાની મરામત કરીને અવરજવર થઈ શકે તે પ્રમાણે વ્યવસ્થિત કરાઈ રહી છે.

પોલીસ ચોકી નં.૭ થી છેક સાતપુલ તરફ જતાં જાહેર રસ્તાને નગર પાલિકાની ચંુંટણીને અનુલક્ષીને લોકોને રીઝવવા માટે બન્ને તરફનો રસ્તો ખોદીને પહોળો કરવાની કામગીરી આદરી હતી. પરંતુ કોન્ટ્રાકટરની ઉદાસીનતા કે અન્ય કારણોસર આ રસ્તાની બન્ને તરફ ખોદાયેલા ઢીચણ સમા ખાડાઓને કેટલાક સ્થળો એ પૂરણ કરીને કપચી ઠાલવવામાં આવેલી છે. તો કેટલીક જગ્યાએ ખોદાયેલા ખાડાઓ યથાવત છે. છેલ્લા ચાર માસથી ખોદાયેલા ખાડા બાદ નવિન રસ્તો બનાવવામાં નહીં આવતાં લોકોને અકસ્માતની ભીંતિ વચ્ચે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ, કરીને મદની મસ્જીદ, રબ્બાની મસ્જીદ, સુફી મસ્જીદ, કુબરા મસ્જીદ, યુસુફ મસ્જીદ જેવી મસ્જીદોમાંં આવતા જતાં નમાઝીઓને આ અધુરા રસ્તાને કારણે મુશ્કેલી પડી રહી છે.

રાટા પ્લોટ, દડી પ્લોટ, ખાલપા પ્લોટ, ચુચલા પ્લોટ જે મોટી સંખ્યામાં લોકો રહે છે. જે તે સમયે સભ્યો દ્વારા આતંરીક રસ્તો બનાવવમાં આવશે તેવા વચનો આપવામાં આવ્યા નથી. પાંચ વર્ષની અવધિ પૂર્ણ થઈને ચુંટણીનો ચક્રાવો સર્જાયો છે. ત્યારે તાજેતરમાં રાટા પ્લોટમાં એક મોટો રસ્તો બનાવવાનો કામગીરી શ‚ કરવામાં આવી છે. પરંતુ અંદરના રસ્તાઓ કાચા છે. જેને પાકા બનાવવામાં નહીં આવતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સિદ્દીક રાટાના મકાન થી મુસ્તાક ઝુજારાના ઘર સુધી ૬૫ મીટર રસ્તો મંજુર કરવા છતાં આજદિન સુધી બનાવવામાંં નહીં આવતાં મંજુરી કાગળ પર ભાસે છે.

રાટા પ્લોટ વાલી ફળીયા સહિતના વિસ્તારોમાં નિયમિતપણે કચરો ઉઠાવવામાં આવતો નથી. વળી, આ રહેણાંક વિસ્તારની આસપાસ ફેંકવામાંં આવેલી ગંદકીને સફાઈ કામદારો દ્વારા સાફ-સફાઈ કરાતી નથી. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશન વાહન ૧૫-૧૫ દિવસે આવતાં લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે મુકાયેલા ક્ધટેનરો પણ ઉઠાવવામાં નહી આવતા દિવસો સુધી ગંદકી ઉભરાઈને બહાર રેલાય છે.

બોકસ:- વોર્ડ નં.૬ના ઉમેદવારો….

  • ઈશ્હાક મોહમંદ ઘાંચીભાઈ – અઈંખઈંખ
  • સુલેમાન મોહમંદ હસન – બહુજન સમાજ પાર્ટી
  • અનશ ફારૂક ઘાંચી – અપક્ષ
  • અપેક્ષાબેન નૈનેશભાઈ સોની – અપક્ષ
  • ઈરફાન અહેમદ હુસેન જરગાલ – અપક્ષ
  • ખાદીજાબીબી એહમદ પાડા (ખજજી હજિયાણી) – અપક્ષ
  • ખેરૂન્નીશા ચાંદ મહમંદ શેખ – અપક્ષ
  • મકસુદા મો.યુસુફ બોગલ – અપક્ષ
  • મેહફુઝ અબ્દુલરઉફ પટેલ – અપક્ષ
  • મોહમ્મદઈલ્યાસ હુસેન મુલ્લા – અપક્ષ
  • શમા ઉસ્માનગની બેલી – અપક્ષ
  • સફુરાબીબી અહેમદ સઈદ સદામસ – અપક્ષ
  • સફુરાબીબી શબ્બીર ભટુક (હબ્શી) – અપક્ષ
  • સાજીદ સિકંદર કલા – અપક્ષ
  • હસીના એજાઝ અહેમદ શેખ – અપક્ષ
  • હાજરા સફી અહમદ ઝભા – અપક્ષ

વોર્ડ નં.૬ના મતદારોની સંખ્યા …

પુરૂષ :- ૫૯૫૨, સ્ત્રી :- ૫૯૮૩, કુલ :- ૧૧૯૩૫.