શહેરા, ગુજરાતના અરબસાગરમાં ઉભું થયેલુ ભયાનક બિપોરજોય વાવાઝોડુ ધીમે ઘીમે ગુજરાતની સરહદ પર આગળ વધી રહ્યુ છે. સૌરાષ્ટના અનેક જીલ્લાઓને તેની સીધી અસર થવાની છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં આ પણ તેની અસરના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેની સીધી અસર જોવા મળી હતી. પંચમહાલના જીલ્લાના શહેરા ખાતે બપોરના સમયે એકાએક પલટા બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. જેમા શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારોમા વરસાદ પડ્યો હતો. જેના પગલે વરસાદી માહોલ સર્જાતા ઠડક પ્રસરી હતી. અરબ સાગરમાં ઉભા થયેલા બિપોરજોય વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે.મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ વાવાઝોડાના અસરના કારણે બુધવારના રોજ એકાએક પલટો આવ્યો હતો. જેના પગલે શહેરાનગર અને તાલુકામાં વરસાદી માહોલ સર્જાતા ઠંડક પ્રસરી હતી. વરસાદને પગલે પાછલા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીથી રાહત મળી હતી.