આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. 15મી જુન સુધી અરજી કરી શકાશે

દાહોદ, સ્પોટ્રર્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જીલલા રમત વિકાસ અધિકારીની કચેરી દેવગઢ બારીયા જી.દાહોદ દ્વારા સાંસદ યોગ સ્પર્ધા (ભાઇઓ/બહેનો) માટે તા.17/06/2023 ના રોજ સમય સવારે 8/00 કલાકે સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સ્વ જયદીપસિંહજી જીલ્લા રમત પ્રાશિક્ષણ કેન્દ્ર દેવગઢ બારીયા ખાતે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી સ્પોટ્રર્સ કોમ્પલેક્ષ, દેવગઢ બારીયા જી.દાહોદ ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તો 15/06/2023 સુધીમાં ફોર્મ ભરી કચેરીમાં જમા કરાવવાના રહેશે. વધુ વિગતો માટે જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના મો.9106296509 ઉપર સંપર્ક કરી શકાશે.

યોગ સ્પર્ધાનું આયોજન વય જુથના ગૃપ પ્રમાણે કરવામાં આવશે (જન્મ તારીખ 1 જાન્યુઆરી-2023 ની ગણવામાં આવશે. જેમાં ગૃપ – એ માં 9 થી 19 વર્ષ, ગૃપ બી 20 થી 35 ગુપ-સી 36 થી 60 અને ગૃપ ડી- 60 વર્ષથી વધુ વયના તમામને આ યોગ સ્પર્ધામાં આવરી લેવામાં આવશે એમ જીલ્લા રમત વિકાસ અધિકારી દેવગઢ બારીયાએ એક યાદીમાં જણાવ્યું છે.