ગોધરા, ‘બિપરજોય’ સંભવિત વાવાઝોડા સંદર્ભે અગમચેતીના પગલા લેવાના સંદર્ભે પંચમહાલ જીલ્લામાં આવેલ પેટ્રોલ, ડીઝલ તથા ગેસ એજન્સીના માલિક સંચાલકઓની જીલ્લા પુરવઠા અધિકારી, પંચમહાલ ગોધરાની અધ્યક્ષતામાં આજ તા.14/06/2023ના રોજ એક બેઠક યોજવામાં આવેલ હતી.
આ બેઠકમાં સરકારના આદેશાનુસાર તમામ પેટ્રોલપંપ ખાતે તેઓની સ્ટોરેજ કેપેસીટી મુજબનો જથ્થો જાળવી રાખવા અને જાહેર જનતાને કોઈ હાલાકી ન પડે તે મુજબ વિતરણ વ્યવસ્થા ચાલુ રાખવા તથા પેટ્રોલપંપ ખાતે આવેલ જનરેટરો ચાલુ હાલતમાં હોવા અંગેની ખરાઈ કરીને ઈંધણ વિતરણની વ્યવસ્થા ચાલુ રહે તથા વિતરણ થતાં જથ્થાને ધ્યાને લઈ કેપીસીટી મુજબનો પેટ્રોલડીઝલનો પુરવઠો મેળવવા સબંધીઓને કાર્યવાહી કરવા તમામ પેટ્રોલપંપ ડીલરઓને સુચના આપવામાં આવી હતી. ગેસ એજન્સીઓને પણ તેમના ગોડાઉનમાં ગેસ સીલીન્ડરોની કૃત્રિમ અછત ઉભી ન થાય તે સબંધે અંગત કાળજી રાખવા સુચના આપવામાં આવી હતી.