ભારત ઘરમાં ઘૂસી ચીન પર તવાઇ બોલાવશે,ભારતે હવે લાંબા અંતરના શસ્ત્રો વિક્સાવવા પર વિશેષ ભાર મૂક્યો

નવીદિલ્હી, પાકિસ્તાને ખુલ્લેઆમ ભારતને દુશ્મન માની લીધું છે, જ્યારે ભારત સાથે સૌથી લાંબી સરહદ ધરાવતું ચીન પણ કાવતરાઓ કરતું રહે છે. આ જ કારણ છે કે, ભારતે પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. સરહદ પરની સ્થિતિને જોતા ભારત હવે લાંબા અંતરના શસ્ત્રો વિક્સાવવા પર વિશેષ ભાર મૂકીને તેની પરમાણુ ક્ષમતામાં વધારો કરી રહ્યું છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.સિપ્રીના અહેવાલને ટાંકીને જણાવાયં છે કે ભારત અને પાકિસ્તાન તેમના પરમાણુ શાગારનું વિસ્તરણ કરી રહ્યા છે. આ સાથે પરમાણુ શસ્ત્રોનું વહન કરતી નવી સિસ્ટમ પણ વિક્સાવવામાં આવી રહી છે.

એસઆઇપીઆરઆઇએ સોમવારે યરબુક ૨૦૨૩ રિલીઝ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં ચીનના પરમાણુ ભંડારમાં વધારો થયો છે. ચીન જે રીતે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ બનાવી રહ્યું છે તે મુજબ દાયકાના અંત સુધીમાં તે અમેરિકા અથવા રશિયાના સ્તરે પહોંચી શકે છે.એસઆઇપીઆરઆઇના અંદાજ મુજબ ચીનના પરમાણુ ભંડાર પાસે ૨૦૨૨માં ૩૫૦ શો હતા, જે ૨૦૨૩માં વધીને ૪૧૦ થઈ ગયા છે. તેમાં હજુ વધારો થવાનો અંદાજ છે.

સ્વીડન સ્થિત થિંક ટેંકના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન તેમના પરમાણુ શાગારને વિસ્તારી રહ્યા હોય તેવું લાગે છે અને બંને દેશોએ ૨૦૨૨માં પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ નવી પ્રણાલીઓ વિક્સાવી છે, જે આગળ પણ ચાલુ છે. આ જ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનું મુખ્ય ધ્યાન ભારતના પરમાણુ હથિયારો પર છે, જ્યારે ભારત લાંબા અંતરના શો વિક્સાવવામાં વ્યસ્ત છે, જે ચીનની અંદર ઊંડે સુધી લક્ષ્યોને ફટકારવામાં સક્ષમ છે.

સિપ્રીના રિપોર્ટ અનુસાર તમામ પરમાણુ હથિયારોમાંથી લગભગ ૯૦ ટકા રશિયા અને અમેરિકા પાસે છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, ૨૦૨૨માં તેમના સંબંધિત પરમાણુ શાગારનું કદ પ્રમાણમાં સ્થિર રહ્યું હતું. જોકે ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે બંને દેશોમાં પરમાણુ દળો અંગે પારદશતામાં ઘટાડો થયો છે. સિપ્રીએ જણાવ્યું હતું કે, નવ પરમાણુ-શસ્ત્રો ધરાવતા યુએસ, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ઉત્તર કોરિયા) અને ઇઝરાયેલ તેમના પરમાણુ શાગારનું આધુનિકીકરણ કરવાનું ચાલુ રાખી રહ્યા છે.