શેરોમાં લાંબા સમયથી અવિરત વિક્રમી તેજી કરનારા ફોરેન ફંડોએ ભારતમાં ફરી કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ઓલ રાઉન્ડ તેજીનો વેપાર હળવો કરલા લાગી આજે સપ્તાહના આરંભ અને એફ એન્ડ ઓમાં ફેબુ્રઆરી વલણના અંતા સપ્તાહમાં કડાકો બોલાવી દીધો હતો. ખાસ મહારાષ્ટ્ર, કેરળ, છતિસગઢ, પંજાબ સહિતના રાજયોમાં કેસો વધવા લાગતાં અને ગુજરાતમાં પણ મહાનગરોની પાલિકાની ચૂંટણીઓ પૂરી થતાં હવે કોરોનાના કેસોમાં વધારો થવાની બતાવાતી શકયતા વચ્ચે ફરી દેશમાં અનેક રાજયોમાં લોકડાઉનની ફરજ પડવાના સંકેતોએ અને મહારાષ્ટ્રમાં સરકારે અમરાવતીમાં એક સપ્તાહનો લોકડાઉન જાહેર કર્યા સાથે રાજયભરમાં મોટા સામાજિક, રાજકીય મેળાવડા કરવા પર પ્રતિબંધ મૂકી દેતાં અને ૮ થી ૧૦ દિવસોમાં લોકડાઉન માટે નિર્ણય લેવાશે એવો સંકેત આપતાં આર્થિક ગતિવિધીને મોટો ફટકો પડવાના એંધાણ વચ્ચે ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ હેમરીંગ કર્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી અનેક નેગેટીવ પરિબળોને અવગણીને શેરોમાં અવિરત વિક્રમી તેજી કરનારા અને તેજીનો અતિરેક કરી મૂકનારા ફંડો, મહારથીઓએ જીદની લડાઈમાં મંદીવાળાઓને મચક નહીં આપીને કરેલી તેજી બાદ હવે કડાકા પણ મોટા આવવાની શરૂઆત થઈ ગઈ છે. આર્થિક મોરચે પીછેહઠ અને ફરી લોકડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના અને મોદી સરકાર માટે મોટા પડકારો આવી પડવાના એંધાણે આજે ફંડોએ આઈટી, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં સેન્સેક્સ ૧૧૪૫.૪૪ પોઈન્ટ તૂટીને ૪૯૭૪૪.૩૨ અને નિફટી સ્પોટ ૩૦૬.૦૫ પોઈન્ટ તૂટીને ૧૪૬૭૫.૭૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ૫૦૦૦૦ની સપાટી ગુમાવી : આરંભમાં છેતરામણી મજબૂતીમાં ૫૦૯૮૬ બતાવી ૪૯૬૧૭ સુધી ખાબક્યો
ટ્રેડીંગની શરૂઆત આજે છેતરામણી થઈ હતી. સેન્સેક્સ ૫૦૮૮૯.૭૬ સામે ૫૦૯૧૦.૫૧ મથાળે ખુલીને આરંભમાં ઓએનજીસી, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં આકર્ષણે વધીને ૫૦૯૮૬.૦૩ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, એક્સીસ બેંક, એચડીએફસી લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ સાથે આઈટી શેરો ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ તેમ જ ઓટો શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી, બજાજ ઓટો સહિતમાં ઓફલોડિંગ થતાં અને ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી સહિતમાં વેચવાલીએ નીચામાં ૪૯૬૧૭.૩૭ સુધી ખાબકી અંતે ૧૧૪૫.૪૪ પોઈન્ટ ગબડીને ૪૯૭૪૪.૩૨ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ આરંભમાં ૧૫૦૧૦ થઈ પાછો ફરીને ૧૪૬૩૫ સુધી ખાબકી અંતે ૩૦૬ પોઈન્ટ ગબડીને ૧૪૬૭૫
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૪૯૮૧.૭૫ સામે ૧૪૯૯૯.૦૫ મથાળે ખુલીને મેટલ-માઈનીંગ શેરો હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલમાં તેજી થતાં અને અદાણી પોર્ટસ, ઓએનજીસી, ગ્રાસીમ, હીરો મોટોકોર્પ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં આકર્ષણે વધીને ૧૫૦૧૦.૧૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ઓટો શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈશર મોટર્સ, મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ સાથે ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી સહિતના આઈટી શેરો અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓફલોડિંગ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં વેચવાલીએ સાથે એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ સહિતમાં નરમાઈએ ઘટીને નીચામાં ૧૪૬૩૫.૦૫ સુધી આવી અંતે ૩૦૬.૦૫ પોઈન્ટ તૂટીને ૧૪૬૭૫.૭૦ બંધ રહ્યો હતો.
ફેબ્રુઆરી નિફટી ફયુચર ૧૪૯૮૭ થી તૂટીને ૧૪૬૪૨ બેંક નિફટી ફયુચર ૩૫૮૪૯ થી તૂટીને ૩૫૧૬૦
ડેરિવેટીવ્ઝમાં ફેબુ્રઆરી વલણના ચાલુ સપ્તાહમાં ગુરૂવારે અંત પૂર્વે ફંડોએ આજે તેજીનો મોટો વેપાર હળવો કર્યો હતો. નિફટી ફેબ્રુઆરી ફયુચર ૧૪૯૮૭ સામે ૧૪૯૮૨ મથાળે ખુલીને ઉપરમાં ૧૫૦૦૨.૮૫ થઈ તૂટીને ૧૪૬૩૯.૭૫ સુધી આવી અંતે ૧૪૬૪૨.૫૫ રહ્યો હતો. નિફટી માર્ચ ફયુચર ૧૫૦૨૫.૪૦ સામે ૧૫૦૦૮.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૫૦૪૯.૪૦ થઈ તૂટીને ૧૪૬૮૯.૪૫ સુધી આવી અંતે ૧૪૬૮૯.૪૫ રહ્યો હતો. બેંક નિફટી ફેબ્રુઆરી ફયુચર ૩૫૮૪૯.૮૦ સામે ૩૫૬૨૨.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૬૧૧૬ થઈ તૂટીને ૩૫૦૭૫ સુધી આવી અંતે ૩૫૧૬૦.૩૦ રહ્યો હતો. બેંક નિફટી માર્ચ ફયુચર ૩૫૯૨૯.૬૦ સામે ૩૫૯૨૫.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૬૧૮૯.૦૫ થઈ ઘટીને ૩૫૧૩૪.૭૫ સુધી આવી અંતે ૩૫૨૧૬.૧૫ રહ્યો હતો.
- ટેકનીકલી નજીકના ટર્મમાં નિફટી ઓવરસોલ્ડ : નિફટી સ્પોટમાં ૧૪૫૬૦ મજબૂત ક્લોઝિંગ સપોર્ટ
- ટેકનીકલી નિફટી સ્પોટમાં ૧૪૫૬૦ મજબૂત ક્લોઝિંગ સપોર્ટ બતાવાઈ રહ્યો છે. જ્યારે નજીકના ટર્મમાં નિફટીમાં ઓવર સોલ્ડ પોઝિશન બતાવાઈ રહી છે.
- આઈટી શેરોમાં કડાકો : એપ્ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેકનો, ટાટા એલેક્સી, ઈન્ફોસીસ ઘટયા
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે મોટાપાયે વેચવાલી થતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૫૫.૨૩ પોઈન્ટ તૂટીને ૨૪૭૮૮.૯૮ બંધ રહ્યો હતો. એપ્ટેક રૂ.૧૨.૪૦ તૂટીને રૂ.૨૨૪.૧૦, ટેક મહિન્દ્રા રૂ.૪૩.૯૦ ઘટીને રૂ.૯૫૦.૩૫, માઈન્ડટ્રી રૂ.૭૧.૫૦ ઘટીને રૂ.૧૬૧૬.૧૦, કોફોર્જ રૂ.૧૦૨.૫૫ ઘટીને રૂ.૨૪૬૪.૨૦, માસ્ટેક રૂ.૪૫.૩૫ ઘટીને રૂ.૧૧૨૫, ટીસીએસ રૂ.૧૧૩.૩૫ ઘટીને રૂ.૨૯૫૮.૭૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૦.૫૦ ઘટીને રૂ.૯૧૯.૫૦, ટાટા એલેક્સી રૂ.૭૨.૫૦ ઘટીને રૂ.૨૬૬૭.૨૫, વિપ્રો રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૪૧૮.૭૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૭૫.૧૦ ઘટીને રૂ.૨૯૭૫.૫૫, ઈન્ફોસીસ રૂ.૨૬.૬૫ ઘટીને રૂ.૧૨૬૪.૭૦ રહ્યા હતા.
પેટ્રોલ, ડિઝલમાં ભડકો : મહિન્દ્રા રૂ.૪૦, બોશ રૂ.૬૭૯, એસ્કોર્ટસ રૂ.૫૫, આઈશર રૂ.૯૮, મારૂતી રૂ.૨૪૨ તૂટયા
ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ફરી મહા સંકટના એંધાણ આવ્યા છે. પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવોની સાથે ફરી દેશના અનેક ભાગોમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાવાની શકયતાએ વાહનોની માંગ ઘટવાના અંદાજોએ કંપનીઓની કામગીરી કથળવાની શકયતાએ ફંડોની મોટાપાયે વેચવાલી નીકળી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૯.૫૫ ઘટીને રૂ.૮૩૬.૯૦, બોશ રૂ.૬૭૯.૫૦ તૂટીને રૂ.૧૪૮૯૬, એસ્કોર્ટસ રૂ.૫૪.૭૫ તૂટીને રૂ.૧૨૮૧.૭૫, આઈશર મોટર્સ રૂ.૯૮.૫૫ ઘટીને રૂ.૨૪૮૭.૩૦, મારૂતી સુઝુકી રૂ.૨૪૧.૮૦ ઘટીને રૂ.૭૦૮૭.૧૫, ટીવીએસ મોટર રૂ.૧૯.૪૦ ઘટીને રૂ.૫૮૬.૯૦, એમઆરએફ રૂ.૧૮૨૮ તૂટીને રૂ.૮૬,૨૭૨.૪૫, બજાજ ઓટો રૂ.૩૫.૧૫ ઘટીને રૂ.૩૯૬૫.૭૫ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓફલોડિંગ વધ્યું : ઈન્ડસઈન્ડ, ફેડરલ બેંક, સ્ટેટ બેંક, આરબીએલ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે સતત મોટાપાયે વેચવાલી થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૨૧.૨૧ પોઈન્ટ તૂટીને ૩૯૭૧૨.૪૬ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૫.૩૦ તૂટીને રૂ.૧૦૨૧.૮૦, ફેડરલ બેંક રૂ.૩.૪૫ ઘટીને રૂ.૭૯.૯૫, આરબીએલ બેંક રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૨૩૬.૨૫, એક્સીસ બેંક રૂ.૨૯.૭૦ ઘટીને રૂ.૭૧૯.૬૫, બંધન બેંક રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૩૨૬.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૮૦ ઘટીને રૂ.૩૮૯.૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૦૫ ઘટીને રૂ.૬૦૯.૮૫ રહ્યા હતા.
સેન્ટ્રલ બેંક, એલઆઈસી હાઉસીંગ, પીએનબી હાઉસીંગ, એચડીએફસી લાઈફ, જીઆઈસી ગબડયા
ફાઈનાન્સ અને અન્ય બેંકિંગ શેરોમાં આજે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૧૬ તૂટીને રૂ.૧૯.૪૮, જીઆઈસી રી રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૧૮૬.૪૦, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૭.૮૫ ઘટીને રૂ.૧૨૯.૬૫, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૧.૩૦ ઘટીને રૂ.૪૨૮, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૪૨૪.૪૫, ઈન્ડિયન બેંક રૂ.૬.૩૫ ઘટીને રૂ.૧૩૫.૮૫, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્ રૂ.૩૨.૪૫ ઘટીને રૂ.૮૪૮.૮૫, એચડીએફસી લિમિટેડ રૂ.૮૩.૧૫ ઘટીને રૂ.૨૬૫૨.૩૦, મન્નપુરમ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૧૬૭.૩૦ કેર રેટીંગ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૪૭૬.૨૫ રહ્યા હતા.
હેલ્થકેર-ફાર્મા શેરોમાં તેજીના વળતાં પાણી : આઈઓએલ, શિલ્પા મેડી, સોલારા, ડો.રેડ્ડીઝ, કેડિલા હેલ્થકેર, અલકેમ ઘટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા માંડતા વ્યાપક ગાબડાં પડયા હતા. આઈઓએલ રૂ.૩૭.૫૦ ઘટીને રૂ.૫૬૪.૪૫, શિલ્પા મેડી રૂ.૧૯.૧૫ ઘટીને રૂ.૩૬૫.૯૫, સોલારા રૂ.૬૭.૭૫ ઘટીને રૂ.૧૩૦૦.૮૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૨૨૩.૩૦ ઘટીને રૂ.૪૪૬૧.૮૫, કેડિલા હેલ્થકેર રૂ.૧૯.૧૫ ઘટીને રૂ.૪૩૩.૨૫, સિન્જેન રૂ.૨૩.૨૦ ઘટીને રૂ.૫૫૫.૯૦, એલકેમ રૂ.૧૦૫.૨૫ ઘટીને રૂ.૨૭૭૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૦.૫૫ ઘટીને રૂ.૮૫૮.૧૦, ન્યુલેન્ડ લેબ રૂ.૬૫.૪૦ ઘટીને રૂ.૨૦૯૩.૦૫ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૩ ઘટીને રૂ.૨૦૦૭ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, બીપીસીએલ, આઈઓસી ઘટયા : ઓએનજીસી વધ્યો
પેટ્રોલ, ડિઝલના વધતાં ભાવ વચ્ચે આજે ઓઈલ-ગેસ શેરોમાં પણ વેચવાલી થઈ હતી. અલબત ઓએનજીસી રૂ.૧.૨૦ વધીને રૂ.૧૦૬.૩૦ રહ્યો હતો. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૯.૬૦ ઘટીને રૂ.૫૨૩.૫૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૩.૧૫ ઘટીને રૂ.૨૦૦૭.૪૦, જીએસપીએલ રૂ.૫.૭૫ ઘટીને રૂ.૨૪૩, બીપીસીએલ રૂ.૮.૫૦ ઘટીને રૂ.૪૨૧.૫૦, આઈઓસી રૂ.૧.૯૦ ઘટીને રૂ.૯૫.૬૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૫૫ ઘટીને રૂ.૧૪૨.૮૦ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધોવાણ : બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૂ.૭૮, ડિક્સન રૂ.૮૮૭, ટીટીકે રૂ.૧૬૫, ટાઈટન રૂ.૨૧ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરી હતી. બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૂ.૭૮.૦૫ ઘટીને રૂ.૯૨૩.૯૫, ડિક્સન રૂ.૮૮૭.૧૫ ઘટીને રૂ.૧૮,૭૨૦.૨૫, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.૧૬૫.૫૦ ઘટીને રૂ.૭૧૩૫, ક્રોમ્પ્ટન રૂ.૮.૮૦ ઘટીને રૂ.૩૮૬.૮૫, ટાઈટન રૂ.૨૧ ઘટીને રૂ.૧૪૦૪.૫૦, વ્હર્લપુલ રૂ.૨૯.૬૦ ઘટીને રૂ.૨૩૯૬.૦૫ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં તેજી : વેદાન્તા રૂ.૧૩ ઉછળીને રૂ.૨૦૪ : સેઈલ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોની વ્યાપક લેવાલી રહી હતી. વેદાન્તા રૂ.૧૨.૭૫ વધીને રૂ.૨૩૦.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૦૫ વધીને રૂ.૪૦૬.૧૦, સેઈલ રૂ.૧.૮૦ વધીને રૂ.૬૭.૦૫, હિન્દાલ્કો રૂ.૭.૬૦ વધીને રૂ.૩૧૫.૮૫, ટાટા સ્ટીલ રૂ.૧૨.૯૫ વધીને રૂ.૬૮૩.૬૦, એનએમડીસી રૂ.૨.૧૦ વધીને રૂ.૧૨૦.૦૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૮૬ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે પસંદગીની લેવાલી છતાં ફંડો, ખેલંદાઓએ વધુ શેરોમાં અનેક શેરોમાં વ્યાપક વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૦૨૫ અને ઘટનારની સંખ્યા ૨૦૦૬ રહી હતી. ૨૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPI/FIIની કેશમાં રૂ.893 કરોડના શેરોની વેચવાલી : DIIની કેશમાં રૂ.૯૨૦ કરોડના શેરોની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૮૯૩.૨૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં કુલ રૂ.૯૪૫૪.૧૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૩૪૭.૩૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૯૧૯.૮૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૮૦૪.૦૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૭૨૩.૯૩ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૩.૭૨ લાખ કરોડ ધોવાઈ : પાંચ દિવસમાં રૂ.પાંચ લાખ કરોડનું ધોવાણ
શેરોમાં ઓલ રાઉન્ડ વ્યાપક વેચવાલીએ આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં જ રૂ.૩.૭૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૦૦.૨૬ લાખ કરોડ રહી ગયું હતું. રોકાણકારોની સંપતિમાં આમ પાંચ ટ્રેડિંગ દિવસમાં રૂ.પાંચ લાખ કરોડ જેટલો ઘટાડો નોંધાયો છે.