સીએસકેના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે લગ્ન કર્યા,લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

મુંબઇ, આઇપીએલ ૨૦૨૩માં ધોનીની કપ્તાનીવાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે માટે આ વર્ષની આઇપીએલ ખૂબ જ સારી રહી હતી. જણાવી દઈએ કે તે CSK માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો હતો. હવે આ ફાસ્ટ બોલરે નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

વાત એમ છે કે ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે એ તેની મિત્ર નભા ગડ્ડમવાર સાથે લગ્ન કર્યા છે, જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તુષારદેશ પાંડેના લગ્નમાં ચેન્નાઈની ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે પણ તેની પત્ની અંજુમ ખાન સાથે જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની પણ તસવીર વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે તુષાર દેશપાંડે આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે ૧૬ મેચમાં ૨૬.૮૬ની એવરેજથી ૨૧ વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ૯.૯૨ની ઈકોનોમી સાથે રન પણ આપ્યા હતા.

ચેન્નાઈએ તુષારને ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજી તરફ તેના ઓવરઓલ આઈપીએલ કરિયરની વાત કરીએ તો તુષાર અત્યાર સુધીમાં ૨૩ મેચ રમ્યો છે જેમાં તેણે ૩૨.૭૬ની એવરેજથી ૨૫ વિકેટ ઝડપી છે. તુષારે ૨૦૨૦માં આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.