તમન્નાએ વિજય વર્મા સાથે રિલેશનશિપનો કર્યો સ્વીકાર:કહ્યું, ’તે મને સમજે છે મારી આજુબાજુ રહે છે તો મને અત્યંત ખુશી થાય છે’

મુંબઇ, એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને વિજય વર્માના લિંકઅપના સમાચાર છેલ્લાં ઘણા દિવસોથી ચર્ચામાં છે. હવે એક ઈવેન્ટમાં તમન્નાએ કબૂલાત કરી છે કે ’તેની અને વિજય વચ્ચે મિત્રતા કરતાં પણ કંઈક વધારે છે.’ તમન્નાએ કહ્યું, વિજય સાથે મારો ગાઢ સંબંધ છે. હું તેમની સંભાળ રાખું છું, જ્યારે તેઓ આસપાસ હોય ત્યારે મને ખુબ જ સારું લાગે છે.

ભારત જેવા દેશમાં સ્ત્રીએ પોતાના જીવનસાથી માટે પોતાના જીવનમાં ફેરફાર કરવા પડે છે. જો કે, વિજય એક એવી વ્યક્તિ છે જેના આગમનથી મને કંઈપણ બદલવાની જરૂર નથી. તેઓ દરેક રીતે મારી વાત સમજે છે.

તમન્નાએ ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને નથી લાગતું કે કોઈ વ્યક્તિ તેના કો-સ્ટાર હોવાને કારણે તેના તરફ આકર્ષાય છે. મેં મારી કારકિર્દીમાં ઘણા લોકો સાથે કામ કર્યું છે. આ એક અંગત લાગણી છે. અમારી વચ્ચે જે કંઈ થયું તે તેનું પરિણામ નથી.’

’લસ્ટ સ્ટોરીઝ ૨’ ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી. જોકે બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે વાત કરી નથી. હવે તમન્નાએ આ સમાચારની પુષ્ટિ કરી છે.તમન્ના અહીં કહેવાનો પ્રયાસ કરી રહી છે તે એ છે કે વિજય અને તે સહ-કલાકાર તરીકે નજીક આવ્યા ન હતા. અહીં તે લાગણીઓ અને સમજણ વિશે વાત કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિજય અને તમન્નાની મુલાકાત વેબ સિરીઝ ’લસ્ટ સ્ટોરી ૨’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યાંથી બંને વચ્ચે નિકટતા વધી હતી.

તમન્નાને પૂછવામાં આવ્યું કે શું ’લસ્ટ સ્ટોરીઝ ૨’ના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા? જવાબમાં તમન્ના કહે છે- હા, વાત સાચી છે. તે એવી વ્યક્તિ છે જેની સાથે મારો સંબંધ ખૂબ જ નેચરલ છે. હું તેની હાજરીથી સુરક્ષિત અનુભવું છું. જે મહિલાઓએ તેમના જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, તેઓ વિચારવા લાગે છે કે તમારે દરેક વસ્તુ માટે સખત મહેનત કરવી પડશે.

અહીં મહિલાઓને પોતાના લાઈફ પાર્ટનરને સમજવા માટે ઘણી મહેનત કરવી પડે છે. મારી સાથે વસ્તુઓ અલગ છે, મારી દુનિયા અલગ છે. તે (વિજય) એવી વ્યક્તિ છે જે મારી દુનિયાને સારી રીતે સમજે છે.

વિજય વર્માની ગણતરી બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાં થાય છે. વિજયને ’ગલી બોય’થી ઘણી ખ્યાતિ મળી હતી. આ વર્ષે તેમણે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ’ડાર્લિંગ’માં કામ કર્યું

તમન્ના અને વિજયના સંબંધોના સમાચાર સૌથી પહેલા ત્યારે સામે આવ્યા જ્યારે બંનેનો એક ફોટો વાઇરલ થયો હતો. આ ફોટો ન્યુ યર નિમિત્તે લેવામાં આવ્યો હતો. ફોટોમાં બંને એકબીજાને ક્સિ કરતા જોવા મળ્યા હતા. તે પછી બંને ઘણી પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા હતા. બંને ઘણી વખત એક જ કારમાં લંચ અને ડિનર માટે બહાર જતા જોવા મળ્યા હતા.