શહેરા સરકારી અનાજ ગોડાઉનમાં કૌભાંડની તપાસ એસ.ઓ.જી. પોલીસને સોપી


શહેરા,
શહેરા સરકારી અનાજ કૌભાંડની ફરિયાદ પોલીસ મથક ખાતે નોંધાયા બાદ પોલીસએ સરકારી અનાજના ગોડાઉન ખાતે તપાસ હાથધરી હતી.પોલીસે ત્રણ અનાજ ના ગોડાઉન સાથે ઓફિસ પણ સીલ કરી હતી. આ અનાજ કોભાંડ ની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને જિલ્લા એસ.ઓ.જી પોલીસને સોંપવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના શહેરા મામલતદાર કચેરી પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ કરતા ૧૩૧૨૭ ઘઉં અને૧૨૯૮ ચોખાના કટ્ટા ની ઘટ આવી હતી. આ અનાજ કૌભાંડ કરોડો રૂપિયાનું હોવાથી મામલતદાર મેહુલ. ભરવાડએ ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર સહિત બે શકાદાર સામે પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવી હતી. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર નકુમ અને પોલીસ સ્ટાફ દ્વારા સરકારી અનાજના ગોડાઉનમાં અનાજના કટ્ટાની ગણતરી શ‚ કરી હતી સાથે જિલ્લાની એસ.ઓ.જી.પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. સરકારી અનાજના ત્રણ ગોડાઉનમા અને ઓફિસમાં દિવસ દરમિયાન સ્થાનિક અને જિલ્લાની પોલીસ દ્વારા તપાસ હાથધરી હતી. પોલીસે આ અનાજ કૌભાંડના મુખ્ય આરોપી ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ રોતને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આ સરકારી અનાજ કૌભાંડ ૧ કરોડ ૮૫ લાખનું હોવા સાથે ૩ કરોડ ૬૭લાખ ની વસૂલાત પણ કરવામાં આવનાર હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ અનાજ કૌભાંડ પાછળ મોટા માથાઓની સંડોવણી હોય તેમ લાગી રહયું છે. આ સરકારી અનાજ કૌભાંડની તપાસ એસ. ઓ.જી. પોલીસ ને સોંપવામાં આવી હતી.

જેઠાભાઇ ભરવાડ એમ.એલ.એ.શહેરા

શહેરા તાલુકા ના સસ્તા અનાજના ગોડાઉનની મે મુલાકાત લીધી હતી.ગોડાઉન મા અનાજ કટ્ટામાં ૫૦૦ ગ્રામ, ૧ કિલો તેમજ એક થેલીમાં ૫ કિલો અનાજ ઓછું નીકળુ હતું.આ માહિતી ગાંધીનગર ખાતે એમ ડી. ધોળકિયા ને સેકટરીને આપી હતી. તેમ છતાં વિજિલન્સ ને મોકલવા કીધું હતું. ચેકીંગ માટે પણ આવ્યા નહી. મામલતદાર એ સ્થળ ચેકીંગ કરીને ૩ કરોડ ૬૭ લાખનો મુદ્દામાલ સગેવગે થયો હતો. એસ.ઓ.જી. પોલીસને તપાસ સોંપી છે.એની જગ્યાએ એ.સી.બી. અને સી.આઇ.ડી.ને સોંપવામાં આવી જોઈએ તેમજ આ કોભાંડમાં ટ્રાન્સપોર્ટરો, અધિકારીઓ સંડોવાયેલા હોય છે. રાજ્યના મુખ્ય મંત્રીને પણ મેં રજૂઆત કરતાં આની તપાસ કરવામાં આવી છે. ગૃહ મંત્રીને પણ હું આ બાબતે રજૂઆત કરનાર છું.

દુષ્યંત ચૌહાણ : કોંગ્રેસ પ્રદેશ કેન્ડીડેટ

શહેરા સરકારી અનાજના ગોડાઉનમાં કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ બહાર આવતા આ બાબતે કોંગ્રેસ પ્રદેશ ડેલિકેટ દુષ્યંત સિંહ ચૌહાણને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં આવા અનેક કૌભાંડો થઈ રહ્યા છે. શહેરા તાલુકામાં જે કોઈ કૌભાંડ થતા હોય તે ભાજપ ના શાસન મા થતા હોય છે. શહેરા તાલુકા મા અનેક ભ્રષ્ટાચાર માં ભાજપના કાર્યકરો પણ છે.