સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે અવિકા ગૌરનું મોટું નિવેદન:કહ્યું, ’સાઉથમાં નેપોટિઝમ સૌથી વધુ છે પણ ત્યાં આ અંગે વાત થતી નથી’

મુંબઇ, ’બાલિકા વધૂ’ ફેમ એક્ટ્રેસ અવિકા ગૌર છેલ્લા ૧૦ વર્ષથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું હતું કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ સૌથી વધુ છે, પરંતુ ત્યાં આ અંગે વાત કરવામાં આવતી નથી. જો કે બોલિવૂડમાં આ વિશે વધુ ચર્ચા થઈ રહી છે. અવિકા આગામી બોલિવૂડ ફિલ્મ ’૧૯૨૦: હોરર ઓફ ધ હાર્ટ’માં જોવા મળશે.

આરજે સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યુમાં અવિકાએ કહ્યું, ’જુઓ, જ્યારે સ્ટાર પાવરની વાત આવે છે, ત્યારે આ આખી રમત દક્ષિણમાં છે. જ્યારે આપણે નેપોટિઝ્મ વિશે વાત કરવામાં આવે, ત્યારે તે દક્ષિણમાં સૌથી અગ્રણી છે. ફરક એટલો જ છે કે ત્યાં કોઈ તેની વાત કરતું નથી. ત્યાંના દર્શકો પણ તેના પર બહુ ધ્યાન આપતા નથી.

અવિકાએ વધુમાં કહ્યું, ’જ્યારે બોલિવૂડમાં માત્ર એક જ પક્ષપાત સર્જાયો છે. અહીં જે પણ ફિલ્મ બને છે તેને પહેલાથી જજ કરવામાં આવે છે. એક સમય એવો હતો કે જ્યારે બોલિવૂડ સાઉથની ઘણી ફિલ્મોની રિમેક બનાવે છે અને તેના કારણે આજે પણ લોકોને લાગે છે કે આપણે માત્ર કોપી કરીએ છીએ.’

અવિકાએ છેલ્લા ૧૦ વર્ષમાં તેમણે લગભગ ૧૩ સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે બોલિવૂડ ફિલ્મ ’૧૯૨૦: હોરર ઓફ ધ હાર્ટ’માં લીડ રોલમાં જોવા મળશે, જે ૨૩ જૂને રિલીઝ થઈ રહી છે.