- આજના સમયમાં કોઈપણ બાળક શિક્ષણમાં માધ્યમથી આગળ વધી શકે છે- સમગ્ર શિક્ષા કચેરી,ગાધીનગર સચિવ મહેશ મહેતા
મહિસાગર, ઉજવણી…. ઉજ્જવળ ભવિષ્યની થીમ આધારિત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023 ની ઉજવણી પ્રસંગે સમગ્ર શિક્ષા કચેરી સચિવ મહેશ મહેતા દ્રારા ગોકુલેશ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળામાં બાળકોને કુમ કુમ તિલક કરી બાળવાટિકા અને ધોરણ-1 ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે સમગ્ર શિક્ષા કચેરી સચિવ મહેશ મહેતાએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, આપણા જીવનના સંસ્કારો પૈકી શાળા પ્રવેશ પણ એક સંસ્કાર છે. આજે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે જેના લીધે ડ્રોપ આઉટ રેશીયો ઘટ્યો છે અને બાળકોનું 100 ટકા નામાંકન થાય છે.આ સરકાર આપણા બાળકોના શિક્ષણની ચિંતા કરે છે. આ જ્ઞાનની સદીમાં આપણા બાળકોને પૂરતો સમય આપી તેને પ્રોત્સાહિત કરી આગળ વધવા પ્રેરણા આપીએ. આજના સમયમાં કોઈપણ બાળક શિક્ષણમાં માધ્યમથી આગળ વધી શકે છે. મા-બાપે દીકરા-દીકરીનો સમાન રીતે પ્રેમ- લાગણીથી ઉછેરી તેને સારા સંસ્કારો આપી ઘડતર કરવું જોઈએ. શિક્ષકના વાણી- વર્તન અને આચારણમાંથી પણ બાળકો અને ગામલોકો શિખતા હોય છે ત્યારે બાળકોના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા ખુબ અગત્યની હોય છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગોકુલેશ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં -24 બાળકો અને ધો-1 માં -02 બાળકોએ પ્રવેશ મેળવ્યો .સમગ્ર શિક્ષા કચેરી સચિવ મહેશ મહેતાના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન તથા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચ ,એસ એમ સી સભ્ય ,શાળાના આચાર્ય,શિક્ષકો ,ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા