દાહોદ જીલ્લામાં પ્રથમ દિવસે આંગણવાડીમાં 4128, બાલવાટીકામાં 7224 અને ધોરણ 1 માં 3238 બાળકોનું ઉત્સાહભેર પણે શાળા પ્રવેશોત્સવ અપાયો

દાહોદ, રાજ્યનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને પ્રાથમીક શિક્ષણ ગુણવત્તાસભર તેમજ અસરકારક શિક્ષણ મળે તેવા શુભ આશયથી મહોત્સવને યોજવામાં આવે છે. જેમાં આજે દાહોદ જીલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષ્ોત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. આદિવાસી બાહુબલ્ય ધરાવતા જીલ્લામાં જ્ઞાાનની જ્યોત પ્રજ્વલિત થઇ છે. બાળકો હોશેં હોશે અને ઉત્સાહભેર રીતે આંગણવાડી, બાલવાટિકા, અને ધોરણ 1 માં પ્રવેશ લઇ રહયા છે. જે શાળાપ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવને આભારી છે.

દાહોદ જીલ્લામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવ્યા છે, જેના થકી આજે પરિણામ મળી રહ્યા છે. જીલ્લામાં પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવ દરમ્યાન કુમાર-2131, ક્ધયા 1997 મળી કુલ 4128 આંગણવાડી ભુલકાંઓનું નામાંકન કરવામાં આવ્યું છે. જ્યારે બાલવાટિકામા 3680 કુમાર અને 3544- ક્ધયા મળી કુલ 7224 બાળકોનું કુમ- કુમ તિલક કરી શિક્ષણ કિટ અર્પણ કરી શાળા પ્રવેશોત્સ કરાયો હતો. તેમજ ધોરણ 1 માં દાખલ થયેલ બાળકોમાં 1670- કુમાર અને 1568 કનયા મળી કુલ 3238 બાળકોનું વાજતે- ગાજતે નામાંકન કરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, જીલ્લામાં ધોરણ 1 માં પુન: પ્રવેશમાં 17- કુમાર અને 10 ક્ધયા મળી કુલ 27 બાળકોએ પુન: પ્રવેશ લીધો છે. ઉપરાંત 67 ક્ધયાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચુકવવામાં આવ્યા છે. શાળાઓના બાળકોના કારકિર્દી ઘડતર માટે લોકસહકાર સ્વરૂપે બાળકોના સર્વાગી વિકાસ માટે રોકડ સ્વરૂપે 204535/- વસ્તુ સ્વરૂપમાં અંદાજીત કિમંતમાં 415723 મળી કુલ 620258 મળવાથી બાળકોના સપનાઓ સાકાર થશે.

દાહોદ જીલ્લામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી ઘડતર માટે શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ આશિર્વાદરૂપ સાબિત થશે.