દાહોદ, શાળા પ્રવેશોત્સવ-2023 અંતર્ગત દાહોદ તાલુકાના પ્રથમ દિવસે જાલત નાકા અને બોરખેડા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી આર.એ. પ્રજાપતિ અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ યોજાયો હતો.
આ અવસરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી આર.એ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાળકોને પ્રાથમિક શિક્ષણથી ગુણવત્તાયક્ત અને અસરકાર શિક્ષણ મળશે તો બાળકો હંમેશાં અગ્રેસર રહેશે જેથી બાળકોના કારકિર્દી ઘડતર માટે તત્પર રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
દાહોદ તાલુકામાં જાલત નાકા અને બોરખેડા પ્રાથમિક શાળાઓ ખાતે કુલ -67 બાળકોને ધો. 1 માં પ્રવેશ કરાવ્યો હતો. બાલવાટિકામાં 236 ભુલકાંઓને આનંદમય વાતાવરણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી આર.એ. પ્રજાપતિ એ શાળા પ્રવેશ કરાવ્યો હતો.