દાહોદ, હવામાન વિભાગની આગાહી મુજબ તા.16/06/2023 સુધી રાજ્યના જીલ્લાઓ પૈકી દાહોદ જીલ્લામાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય ખેડૂત મિત્રોને કેટલીક સાવચેતીના પગલા લેવા અનુરોંધ કરવામાં આવે છે. જેમાં કમોસમી વરસાદથી બાગાયતી પાકને નુકશાનથી બચવા ખેતરમા કાપણી કરેલ બાગાયતી પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા તાડપત્રી/પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા જરૂરી પગાલાં લેવા, આંબાની ખેતી કરતા ખેડૂત મિત્રોએ ઉત્પાદન અવસ્થાએ કેરીને ઉતારીને સુરક્ષિત સ્થાને સંગ્રહ કરવો, પપૈયા તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવવી, બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું, દવા અને ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો, વધુમાં વરસાદ બાદ ફળ, ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવુ જણાય તો યોગ્ય નિયંત્રક પગાલાં લેવા, એપીએમસીમાં વેપારી મિત્રો અને ખેડૂતત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. માર્કેડ યાર્ફમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યામાં ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવા જણાવવમાં આવે છે તેમ નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ દ્વારા જણાવવામાં આવે છે.