ગોધરા,
પંચમહાલ સમચારની લોકપ્રશ્ર્નની જાણતી નિષ્પક્ષ શ્રેણીના ભાગરૂપ ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.૫ની મુલાકાત લેતાં અગાઉ કરેલા વિકાસના કામોની લોકોએ બિરદાવ્યા હતા. પરંતુ હજુ પણ વિકાસના કામોમાં કચાશ રહી હોવાથી નવા કામોની માંગ કરી રહ્યા છે.
આ વિસ્તાર સોનીવાડ, પટેલવાડા, કાછીઆવાડ, મીઠીબોર દવાખાના પાછળ, કડીઆવાડ, રામજી મંંદિર, પારેખ ફળીયા, રણછોડજી મંદિર, ગીદવાણી રોડ જેવા વિસ્તારોમાંં વહેપારી વર્ગ રહે છે. અહીં શિક્ષિત વર્ગ હોવાના કારણે માત્ર સ્વસ્થતા અને પાણીની સુવિધાની માંગ કરી રહ્યા છે. પરંતુ ગોધરા નગરપાલિકા દ્વારા પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવા ન આવતાં લોકો ભારે નારાજગી વ્યકત કરી રહ્યા છે.
ગોધરાના હાર્દ સમા હોળી ચકલા વિસ્તાર છે. અહીં લોકો મોટી સંખ્યામાં ખરીદાર્થે આવે છે. આવા સમયે લોકોને પુરતી સુવિધા મળતી ન હોવાની અવારનવાર બૂમો ઉઠે છે. અગાઉ આ વિસ્તારમાં એકમાત્ર જાહેર શૌચાલય આવેલું હતું. પરંતુ નગર પાલિકા દ્વારા તેને ધરાશાઈ કરીને મોબાઈલ શૌચાલય ઊભંું કરવામાંં આવ્યું છે. પરંતુ પાણી તથા ગંદકીના નિકાલ માટે કોઈ વ્યવસ્થીત સુવિધા ઉભી કરવામાં નહી આવતાં દિવસો થી તાળા બંધી કરવામાંં આવેલી છે. જેના કારણે શોભાના ગાંઠીયારૂપ ભાસે છે. તાળા બંધીના કારણે લોકો જાહેરમાં મુતરડી તરીકે ઉપયોગ કરીને ગંદકી ફેલાવવા આસપાસના મંદિરોમાં આવતાં દર્શનાર્થીઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આ ઉપરાંતની તળાવની ફરતે બનાવવામાં આવેલી લોખંડની કંંપાઉન્ડ વોલ પણ હાલમાં અસ્તિત્વ ધરાવતી નથી. આસપાસના લોકો પણ અહીં નકામી ગંદકી ઠાલવે છે. જેના કારણે ગોધરા શહેરની કદરૂપા વધારે છે.
કાછીઆવાડ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહિશો રહે છે. વર્ષો પૂર્વે નગર પાલિકા દ્વારા ભૂર્ગભ ગટર યોજના બનાવાઈ હતી. હાલમાં કોઈ નવી યોજનાનું આયોજન કરવામાં નહીં આવતાંં ગંદા પાણીના નિકાલ માટે નાનકડી નીક બનાવવામાં આવી છે. અહીં કચરો એકત્રિત થવાના કારણે લાઈન ચોકઅપ છાશવારે થતાં પાણી ઉભરાઈને માર્ગો પર રેલમછેલ થતા મંદિરે આવતાં જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
તળાવ ઉપર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ તથા હામલાઈટ ઊભી કરાઈ છે. પરંતુ પાલિકા દ્વારા પૂરતી કાળજી રાખવામાં નહીં આવત દિવસ-રાત લાઈટ સળગતી રહે છે. ધોળા દહાડે લાઈટ ચાલુ રહેતા છેવટે વેરાનો બોજો લોકો ઉપર પડે છે. તેવા સમયે કાળજી રાખીને સવારે લાઈટ બંધ કરાવી જોઈએ.
શહેરા ભાગોળ પાસેની સોસાયટીમાં આંતરિક રસ્તાઓની મરામત કરવામાં આવતી નથી. ચોમાસામાં ઉખબખાબડ બનેલા માર્ગની મરામત નહીં કરાતા અત્યાર સુધી ઉબડખાબડ બનેલા માર્ગના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે. પાલિકા દ્વારા પૂરતી ગ્રાન્ટ ફાળવવા છતાં કામગીરી કરવામાં નહીં આવતા લોકો રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પકોરી ઊઠયા છે.
વોર્ડ નં.૫ના મતદારોના સમીકરણ
પુરૂષ :- ૪૩૯૭, સ્ત્રી :- ૪૩૯૦, કુલ :- ૮૭૮૭.
શિક્ષિત-વેપારી-મધ્યમવર્ગ તેમજ લધુમતિ મતદારો નિર્ણાયક રહેશે….
વોર્ડ નં.૫ના ઉમેદવારો
- અમીષા ચિરાગકુમાર શાહ – બીજેપી
- જલ્પાબેન ધર્મેશભાઈ પટેલ – કોંગ્રેસ
- જૈમિનકુમાર નગીનદાસ શાહ – બીજેપી
- દિપાંગ સુરેન્દ્રભાઈ દોશી (મોન્ટુ) – કોંગ્રેસ
- નસીબબાનુ આબીદહુસેન શેખ – કોંગ્રેસ
- પીનલબેન સચીનકુમાર પટેલ – બીજેપી
- હેમાંગકુમાર કિરીટકુમાર સોની – બીજેપી
- મયુરકુમાર જશવંતલાલ પટેલ (પિન્ટુભાઈ) – અપક્ષ
- રાકેશકુમાર રમણલાલ રાણા (પ્લમ્બર) – અપક્ષ
- રાજેશકુમાર વિઠ્ઠલદાસજી (રાજુ દરજી) – અપક્ષ
- શબાનાબાનુ જફરૂ લ્લાખાન પઠાણ – અપક્ષ
- સાદીકમિયાં મહમંદમિયા મલેક – અપક્ષ
- સેજલ ભાર્ગવકુમાર સોની – અપક્ષ
- સંકેતકુમાર ગીરીશચંંદ્ર સોની (સોમો) – અપક્ષ
- સંજયકુમાર ચંપકલાલ સોની – અપક્ષ.