દાહોદ, સમગ્ર ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે દાહોદ જીલ્લામાં પણ વિવિધ પ્રાથમિક શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં પ્રવેશપાત્ર બાળકોને ઉમંગ અને ઉત્સાહભેર રીતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ અવસરે જીલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાએ જણાવ્યું હતું કે બાળકોની ઉજજવળ ભવિષ્ય અને કારકિર્દી માટે રાજ્ય સરકાર હર હંમેશા કટિબધ્ધ છે. ત્યારે બાળકોના ઘડતર માટે શિક્ષકો અને બાળકોના વાલીઓએ પણ જાગૃત્તી દાખવવી પડશે તેમજ બાળકોને દરરોજ શાળામાં મોકલવા બાળકોના મા-બાપને અનુરોંધ કર્યો હતો. વધુમાં આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે. જેથી શિક્ષકોએ પણ ભાવિ પઢીના સર્વાગી વિકાસ માટે તત્પર રહેવું પડશે.
આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાને હસ્તે દાહોદ તાલુકાના મોટીખજુરી પ્રાથમિક શાળાના ધોરણ 1 માં પ્રવેશ પામનાર 11 બાળકો અને બાલવાટિકાના 32 ભુલકાંઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. જ્યારે ગરબાડા તાલુકાના સહાડા પ્રાથમિક શાળા ખાતે 4 અને બાલવાટિકામાં 10 ભુલકાંઓનું નામાંકન કરવામાં આવ્યું હતું.
પ્રવેશોત્સવ દરમ્યાન પદાધિકારીઓ/અધિકારીઓ, સરપંચઓ, આચાર્યઓ, શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા.