બાળકોના કારકિર્દી ઘડતરમાં શિક્ષકોનો ફાળો સવિષેશ છે: બાળકોના ભવિષ્ય માટે જાગૃતતા દાખવવી એ દરેક મા-બાપની ફરજ છે : કલેકટર ડો હર્ષિત ગોસાવી

દાહોદ, સમગ્ર રાજ્યમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાપ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ જીલ્લામાં લીમખેડા તાલુકાના પ્રતાપપુરા, પાણિયા અને દેગાવાડા પ્રાથમિક શાળામાં જીલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

જીલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું કે, બાળક એ આવતી કાલનું સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે ભવિષ્ય છે ત્યારે બાળકોને પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત મળી રહેશે તો બાળકોના સપનાઓ સાકાર થશે જેથી બાળકોના કારકિર્દી ઘડતરમાં શિક્ષકોનો ફાળો સવિષેશ છે વધુમાં ઉમેર્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોના મા-બાપ પણ જાગૃત્તતા દાખવી નિયમિત પણે શાળમાં મોકલવા લાગણી વ્યક્ત કરી હતી. ઉપરાંત કોયપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગામ આગેવાનો અને બાળકોના વાલીઓએ અને શિક્ષકોએ સજાગતા દાખવવી પડશે.

લીમખેડા તાલુકાના પ્રતાપુરા, પાણીયા અને દેગાવાડા પ્રાથમિક શાળા ખાતે ધો. 1 માં પ્રવેશ પામનાર બાળકો અને બાલવાટિકામાં 87 ભુલકાંઓને પ્રવેશ કરાવ્યો હતો આ અવસરે ગ્રામજનો આગેવાનો સરપંચઓ, વાલીગણ, શાળાના આચાર્યઓ, શિક્ષકો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.