દાહોદ જીલ્લાના ચિલાકોટા, વજેલાવ અને નગરાળા ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરવતા સાંસદ

દાહોદ, રાજ્યવ્યાપી શાળાપ્રવેશોત્સવ-2023 અંતર્ગત ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય સાથે દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં લીમખેડા તાલુકાના મેડી ફળીયા પ્રાથમિક શાળા ચીલાકોટા, ગરબાડા તાલુકાના વજેલાવ અને દાહોદ જીલ્લાના નગરાળા ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. કોઇપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર હર હમેશા તત્પર છે. આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે ત્યારે શિક્ષકોએ પણબાળકોના ઘડતર માટે કાળજી લેવી પડશે સાથોસાથ દરેક મા-બાપે પણ જાગૃતતા દાખવી પોતાના બાળકોને શાળમાં મોકલવા અનુરોધ કર્યો હતો.

સાંસદ જણાવ્યું હતું કે બાળકોના સંર્વાગી વિકાસ માટે સાથ રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક વિધ યોજનાઓ અમલિત છે. ત્યારે જેનો લાભ લઇ આત્મનિર્ભર બનવા તાકિદ કરી હતી વધુમાં ઉમેર્યું હતું કે બાળકોને સંસ્કારની સાથે સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણ મળશે તો ગામ, તાલુકા, જીલ્લા અને રાજયનું નામ રોશન કરશે જેથી બાળકોનો પ્રાથમીક શિક્ષણનો પાયો મજબૂત બનાવવા અભિલાષા વ્યક્ત કરી હતી.

આ અવસરે સાંસદ લીમખેડા તાલુકાના ચીલાકોટા, મેડી ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધો. 1 માં પ્રવેશ પામનાર 3- કુમાર અને 4- ક્ધયા મળી કુલ- 7 બાળકો અને બાલવાટિકામાં 10- કુમાર અને 12-ક્ધયા મળી કુલ- 22 ભુલકાંઓને પ્રવેશ અપાવ્યો હતો, ગરબાડા તાલુકાના વજેલાવ પ્રાથિમક શાળમાં ધો. 1 માં 10- કુમાર અને 12- ક્ધયા મળી કુલ 22, બાલવાટિકામાં 14-કુમાર અને 16- ક્ધયા મળી કુલ-30, તેમજ દાહોદ જીલ્લાના નગરાળા પ્રાથમિક શાળામાં ધો. 1 માાં પ્રવેશ પામનાર 2- કુમાર તેમજ 3- ક્ધયા મળી કુલ-5 તથા બાલવાટિકામાં 83- કુમાર અને 74 ક્ધયા મળી કુલ-157 ભુલકાંઓને પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

આ અવસરે ગામ આગેવાનો, સરપંચઓ, વાલીગણ, શાળાના આચાર્યઓ, શિક્ષકો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.