દાહોદ, આદિવાસી પટેલિયા સમાજ સેવા સંઘ, મધ્ય પ્રદેશના કર્મઠ સમાજ સેવક, અન્યાય સામે ઝઝૂમનાર, લાભો થી વંચિત સમાજને માહિતી થી અવગત કરી લાભો સરળતા થી મળે એ માટે સતત કાર્યરત રહેનાર મધ્યપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ હરિરામ પટેલ અધ્યક્ષ બન્યા, બાદ પ્રથમવાર દાહોદ પધારતા પટેલિયા સમાજ સેવા ટ્રસ્ટ, દાહોદના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલસિંહ પરમાર, ઉપાધ્યક્ષ હીરાલાલ સોલંકી અને સમાજજનો રતનસિંહ બામણિયા, છગનભાઈ પરમાર, પ્રદીપભાઈ રાઠોડે તેઓનું અને તેમની સાથે પધારેલ પ્રકાશચંદ્ર પટેલનું પણ શાલ, પુષ્પમાળા અને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું.
આદિવાસી પટેલિયા સમાજમાં રહેલ કુરિવાજો અંગે ગહન ચર્ચા કરી અને તેમાં સુધારા કરવા વિચાર વિમર્શ કરાયો હતો. લગ્નોમાં થતો અર્થ વગરનો ખર્ચ ઓછો કરવા અને ડી.જે. દ્વારા વ્યસનને ઉતેજન મળી રહ્યું છે, માટે ડી.જે. સદંતર બંધ કરવા વિચારણા કરાઇ અને તેનો અમલ થાય તે માટે સમિતિ બનાવી કાર્યરત કરવાનું નક્કી કરાયું હતું.
હરિરામ પટેલે પોતાનું બહુમાન કરવા બદલ ગુજરાત નાં પટેલિયા સમાજ સેવા ટ્રસ્ટ,દાહોદ નો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.