ગરબાડા, ગરબાડા તાલુકાના વરજાંગીયા ગામે ગામે તારીખ 9 /6 /2023 નારોજ આકસ્મિક આગના કારણે પલાસ રમણભાઈ ભીલાભાઈ તથા પલાસ ભીલાભાઈ પુંજલાભાઈના ઘરોને નુકસાની થવા પામેલ તેમજ ઘરવખરીની નુકસાન થયેલ સદર તમામ કિસ્સામાં સરકારના ધારા ધોરણ અનુસાર મળવાપાત્ર સહાય મંજુર કરી અસરગ્રસ્તોને કુલ રૂપિયા 25,200 ની સહાયના ચેક ધારાસભ્ય ગરબાડા મહેન્દ્રભાઈ ભાભોરના તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તથા તાલુકા પંચાયત સદસ્ય અભલોડ 2 ભાભોર મયુરભાઈની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યા.