ગોધરા,
વોર્ડ નં.૪માં ગીદવાણી રોડ, શહેરા ભાગોળ, મોદીની વાડી નં.૧,૨,૩ અને ૪, કાછીઆવાડ, હરીદયા સોસાયટી, રાણા સોસાયટી, માર્કેટીંગયાર્ડ, ભાટીયા સોસાયટી, નારીકેન્દ્ર, ડબગરવાસ, પાવર હાઉસ, સિંધી ચાલ, કુંભારવાડા, વાલ્મીકીવાસ સહિતના વિસ્તારમાં અગાઉના ચુંટાયેલા સભ્યો દ્વારા વિવિધ વિકાસના કામો કરવા છતાં સ્થાનિક લોકો વિકાસ હજુયે ઝંખી રહ્યા છે. પંચમહાલ સમાચારની લોક સમસ્યા જાણવાના પ્રયાસના ભાગરૂપ રજુ કરતી શ્રેણીમાં પોતાના અસ્ત્રે પ્રસ્તુત કર્યા છે.
ગોધરાને શહેરા નગરને જોડતો મહત્વનો વિસ્તાર એટલે કે શહેરા ભાગોળ રેલ્વે ફાટક આવેલો છે. આ રેલ્વે ફાટક માનવ સર્જીત છે. અહીંથી દિવસ-રાત અનેક રેલ્વેગાડીઓ પસાર થાય છે. જેના કારણે છાસવારે ફાટક બંધ કરવામાં આવતા બન્ને તરફ લાંબી વાહનોની કતાર સર્જાવાની સાથે ટ્રાફિક જામ રહે છે. આ વહેપારી કેન્દ્ર હોવાના કારણે મોટા વાહનો સાથે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી ભૂર્ગભ અંડર ગ્રાઉન્ડ બ્રિજ બનાવવા માટેની પાલિકા દ્વારા કરાયેલી દરખાસ્તને સંપૂર્ણ મંજૂરી આપી છે. અને રાજ્ય સરકાર પૂર્તી ગ્રાન્ટ ફાળવવા છતાં રેલ્વે વિભાગની આડોડાઈના કારણે આજદિન સુધી પૂરતું ભંડોળ ફાળવી નથી. અને આજદિન સુધી લોકોના બ્રિજનું સ્વપ્ન સાકાર નહીં થતાં આજદિન સુધી લોક ભારે હાલાકી વેઠી રહ્યા છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા ગોધરા નગર પાલિકાને ફાળવેલી રકમ અન્યત્ર વાપરીને શહેરી બાવાઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. સમગ્ર રકમ જે હેતુસર ફાળવવામાં આવી હતી. પરંતુ રકમ ગેરવલ્લે થઈ હોવાની બૂમો વચ્ચે પ્રાદેશિક નિયામક કચેરીમાં રજુઆત કરવા છતાં આ મામલાએ કોઈ સ્પષ્ટતા કરવામાં નહી આવતાં લોકોને શંકા ધેરી બની છે. હજુ પણ ગોધરા શહેરમાં અંડર ગ્રાઉન્ડ બ્રિજ રેલ્વે દ્વારા બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એકમાત્ર વિકલ્પ ગણવામાં આવી રહ્યો છે. હવે જોવું રહ્યું કે, કેટલા સમયમાં આ બ્રિજ નિર્માણ થાય છે ?
બસ સ્ટેન્ડ થી જમણી બાજુ ગોધરા માર્કેટીંગયાર્ડ વિસ્તાર આવેલો છે. અહીં રાણા સોસાયટી, સરસ્વતી સોસાયટી, માર્કેટીંગયાર્ડ, ભાટીયા સોસાયટી, ગીતાનગર સોસાયટી, નારીકેન્દ્ર સુધીના અનેક વિસ્તારોમાંથી કામ અર્થે પ્રસાર થાય છે. પરંતુ આ માર્કેટીંગયાર્ડ વિસ્તારના પ્રવેશ દ્વાર રસ્તો પહેલીથી જ સાંકળો છે. અને ટ્રાફિકનો પ્રશ્ર્ન આગળ કરીને બન્ને તરફને વહેંચતા ડીવાઈડર નિર્માણ કરવામાં આવતાં હવે રસ્તો સાંકળો બનીને ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી બનતી જાય છે. લોકોના મંતવ્ય મુજબ ગોધરા તાલુકા પોલીસ મથકની કંપાઉન્ડ વોલ પણ કોઈપણ જાતના નિયમોને અનુસર્યા વિના બારોબાર નિર્માણ કરવામાં આવતાં ટ્રાફિક પ્રશ્ર્ન આમ જનતાને સતાવી રહ્યો છે.
શહેરા ભાગોળ પેટ્રોલ પંપ પાસેનો વિસ્તાર માંથી રેલ્વે લાઈન પસાર થાય છે. આસપાસના રહિશો તથા કચરો ઉઠાવનાર ડોર ટુ ડોર કલેકશન ઉધરાવતી એજન્સીઓ દ્વારા આ રેલ્વે ટ્રેકની આસપાસ ફેંકાઈ ગંદકી ઉઠાવવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. દિવસોથી સાફ સફાઈ કરવામાં નહીં આવતાં લોકો માતા ગાયો મોં મારીને પોતાનો ખોરાક શોધે છે. અને પ્લાસ્ટીક કચરો ખાય છે. જેના કારણે તેઓના આરોગ્યને નુકશાન પહોંચતા લોકો લાગણી દુભાઈ રહી છે.
એપીએમસી પાસેની રાણા સોસાયટીમા મોટી સંખ્યામાં મતદારો રહે છે. પરંતુ આ રહિશો દ્વારા નિયમિતપણે વેરો ચુકવવામાં આવવા છતાં નગર પાલિકા દ્વારા નિયુકત કરેલ એજન્સી દ્વારા કચરો નિયમિતપણે કચરો ઉધરાવવામા આવતો નથી. અને દિવસો સુધી ઠેરઠેર ગંદકીના ઢગલા જામતા મચ્છરોના ઉપદ્રવ સાથે રોગચાળાનો નિમંત્રણ આપતાં હોવાનો જોવા મળે છે. આ સોસાયટીમાંં મુખ્યત્વે પાણીની સમસ્યા ઉદ્રભવી રહી છે. આ વિસ્તાર ઉબડખાબડ છે. પાઈપ લાઈન પસાર થઈ રહી છે. તેવી સ્થિતીમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો નહીં મળતાં લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
અટલ બગીચા એકમાત્ર ગોધરા શહેરમાં શોભાનું સ્થાન ધરાવે છે. અને બગીચાની ફરતે આવેલા લક્ષ્મણ તળાવમાં વોક વે બનાવીને યુવા વર્ગ તથા સીનીયર સીટીઝનોની સ્વાસ્થય સુધારણા માટે અને સાધનો વસાવવામાં આવતાં સવાર સાંજ ગોધરા શહેરવાસીઓની તંદુરસ્તી માટે અહીં કસરત અર્થે આવે છે. છેલ્લા કેટલાક સમયથી સાધનો તૂટફુટ હાલતમાં છે. વળી, તળાવની ચારે તરફ આવેલ વોક વે ઉપર નામોનિશાન બચ્યું નથી. ઠેરઠેર ટાંકા ઉગી નિકળવાની સાથે પગમાં ઠોકર વાગવાના બનાવો બનતા યુવા વર્ગ તથા સિનિયર સીટીઝન અહીં આવવાનું ટાળે છે.
આ વોર્ડમાં બસ સ્ટેન્ડ થી લઈને બજાર વિસ્તાર આવેલો હોવાના કારણે દિવસ-રાત ધરાકોની અવરજવર રહે છે. લોકોનો આકર્ષણ કરવા માટે લાફીંગ બુઢ્ઢા, દાદા-દાદી પાર્ક જેવા મહત્વના સાધનો ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ આ મૂર્તિઓ ઉપર એક એક વેંત જેટલા કચરાના ઢગલા જામેલા હોવાના કારણે દુર્દશા જોવા મળે છે અને લોકો મુતરડી તરીકે ઉપયોગ કરવામાં આવતાં લોકલાગણી દુભાઈ રહી છે.
ગીતાનગર અને ડબગરવાસ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં રહે છે. અહીં ભૂર્ગભ ગટર યોજનાના જોડાણ વ્યવસ્થીતપણે જોઈન્ટ કરવામાં આવ્યા નથી. આ વિસ્તારમાંંથી આડેધડ ફંટાતો વરસાદી પાણી છેવટે અહીં પુલ નીચે એકત્રિત થતાં ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. હાલમાં લોકો દ્વારા આવાસની માંગણી કરવા છતાં તેઓને પાકા મકાન પાલિકા પુરા પાડવામા આવ્યા નથી.
ચિત્રા ખાડી વિસ્તાર આ વોર્ડનો છેવાડાનો ભાગ છે. આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ વ્યવસ્થિતપણે નહીં આમ તમે પાણી ફંટાઈ છે. અને લોકોના ઘરોમાં પાણી ઘુસીને નુકશાન કરે છે. જેથી ભૂર્ગભ ગટર લાઈનને યોગ્યરીતે આ વરસાદી પાણીના નિકાલ માટે ઉપયોગ કરવામાં આવે તો સમગ્ર સમસ્યાનો અંત આવે તેમ છે.
વોર્ડ નં.૪ના મતદારના સમીકરણ
પુરૂષ :- ૪૬૬૬, સ્ત્રી :- ૪૫૧૩, કુલ :- ૯૧૭૯.
શિક્ષિત-મધ્યમવર્ગ તેમજ ગરીબ મતદારોના નિર્ણાયક રહેશે.
વોર્ડ નં.૪નાઉમેદવારો….
- જીતેન્દ્રકુમાર કમલભાઈ સરાણીયા – આપ પાર્ટી
- જીતેન્દ્રકુમાર ધરમદાસ સાવલાણી – બીજેપી
- દિલીપકુમાર અંબાલાલ ભાટીયા – કોંગ્રેસ
- પૃથ્વી અશોકભાઈ પરમાર – આપ પાર્ટી
- ભારતીબેન સતીષકુમાર પટેલ – બીજેપી
- મિતલબેન અમિતકુમાર પટેલ – કોંગ્રેસ
- રમીલાબેન શાંતિલાલ સોલંકી – બીજેપી
- રાકેશકુમાર સોમાભાઈ રાણા – બીજેપી
- સુરજકુમાર પરિક્ષિત ચૌહાણ – કોંગ્રેસ
- દિપકકુમાર હેમનદાસ ખીમાણી – અપક્ષ
- નિપાંગ પ્રકાશકુમાર પટેલ – અપક્ષ
- પરેશકુમાર અરવિંદભાઈ દેવડા – અપક્ષ
- પુરણદાસપુરી આસાનદાસ હેમરાજાણી – અપક્ષ
- મહેશકુમાર કાંતિભાઈ પટેલ – અપક્ષ
- રંજનબેન રાજેશભાઈ ચૌહાણ – અપક્ષ
- વિજયકુમાર રસીકલાલ પટેલ – અપક્ષ