- નવી શિક્ષણ નીતિને અનુલક્ષીને બદલાયેલી સ્થિતિમાં બાલવાટિકામાં પ્રવેશ પામતા ભૂલકાઓને પણ ’શાળા પ્રવેશોત્સવ’નો લાભ મળ્યો-અધ્યક્ષ
ગોધરા, પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ઉંડાણ અને અંતરીયાળ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે મોરા પ્રાથમિક શાળા,મોરા ગર્વમેન્ટ અંગ્રેજી મિડિયમ સ્કુલ અને મોરી પણદા પ્રાથમિક શાળા ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસીંગના યુ.એસ. કૃણાલ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ઉજવણી, ઉજ્જવળ ભવિષ્યની અંતર્ગત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કૃણાલ ઉપાધ્યાયએ જણાવ્યું હતુ કે, શાળા પ્રવેશોત્સવ શરૂ કરનાર તાત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે એક આખી પેઢી શિક્ષિત અને દિક્ષિત બની છે,અધ્યક્ષએ શાળા પ્રવેશોત્સવની ઉજ્જવળ પરંપરાનો ખ્યાલ આપ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિને અનુલક્ષીને બદલાયેલી સ્થિતિમાં બાલવાટિકામાં પ્રવેશ પામતા ભૂલકાઓને પણ ‘શાળા પ્રવેશોત્સવ’ નો લાભ મળી રહ્યો છે, જે ખૂબ જ પ્રોત્સાહક બાબત છે. સતત વીસ વર્ષોથી ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ સમાજમાં દેખાઈ રહી છે. પર્યાપ્તની સાથે વિવિધતાનો ખોરાક લેવો જરૂરી છે. વિવિધ ખોરાકથી બાળકની રોગપ્રતિકારક શક્તિમા વધારો થશે. ભવિષ્યની પેઢીમા શારીરિક બદલાવ માટે પૂરતુ પોષણ મળી રહે તે માટે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યા હતો.
આ અવસરે શાળાના આચાર્ય રમેશભાઇ પટેલ, એસ.એમ.સીના અધ્યક્ષ, લાયઝનિંગ અધિકારી મહેશભાઇ રાવત સહિત મહાનુભાવોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
અધ્યક્ષ સહિત મહાનુભાવોએ બાળકોને કુમકુમ તિલક કરી નાના ભુલકાઓને શાળા પ્રવેશ આપવા સાથે બાળકોને સ્કુલ બેગ, નોટબુક સહિત ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી બાળકોને પોત્સાહક ઇનામનું વિતરણ કર્યું હતું. વિદ્યાર્થી અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યા બાદ શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષએ શાળા પ્રવેશોત્સવ દરમ્યાન શાળાની મુલાકાત લઈ એસ.એમ.સીના સભ્યો સાથે સંવાદ કરી શાળામા ભૌતિક જરૂરિયાતો અંગે ચર્ચા વિચારણા કરી હતી.પ્રાથમિક શાળાના બાળકોએ વૃક્ષ એજ જીવન વિષય પર પોતાના વ્યક્તવ્ય રજુ કર્યા હતા. કાર્યક્રમ બાદ શાળામા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યો, શિક્ષકગણ વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમમા આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.