શહેરા સહિત જીલ્લામાં ક્ધયા કેળવણી અને પ્રવેશોત્સવ બીજા દિવસે બાળકોને પ્રવેશ અપાયો

શહેરા, શહેરા સહીત સમગ્ર જીલ્લામાં ક્ધયાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023નાં બીજા દિવસે બિલિયા ગામ, બીડ ફળિયા પ્રાથમિક શાળા તેમજ ગુવાલીયા પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી એન.કે.પ્રજાપતિ સહિતના મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવા સાથે બાલવાટિકા, ધોરણ 1 અને આંગણવાડીનાં ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી એન.કે.પ્રજાપતિ અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા.