
શહેરા, શહેરા તાલુકામાં 20 ઉપરાંત પ્રાથમિક શાળાઓ ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઇ હતી. જ્યારે ચારી ગામની પ્રાથમિક શાળામાં નગર પાલિકાના ઉપપ્રમુખ હિંમતસિંહ, ગામના સરપંચ રતનસિંહ રાવળ, સી.આર.સી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો, એસએમસીના અધ્યક્ષ ચંદુભાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળા ખાતે ઉપસ્થિત ગામના અગ્રણીઓ અને મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરીને દરેકને એક વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમ માં ગામના સરપંચ રતનસિંહ રાવળ તેમજ ચારી પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઈ તેમનો સ્ટાફ શિક્ષણ ગણ , વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.