દેવગઢ બારીયા નગર પાલિકા ના ચીફ ઓફિસરે પ્રમુખ ને ચાર્જ ના આપતા હાઇકોર્ટ ના હુકમ નો અનાદર હાઇકોર્ટ નું તેડું

  • હાઇકોર્ટ ના દરવાજા ખખડાવતા કોર્ટ સ્ટે આપ્યો હતો.
  • ૨૭/૦૧/૨૦૨૧ નો સ્ટે હોવા છતાં ચીફ ઓફિસરે આજ દિન સુધી ચાર્જ ના આપતા.
  • સ્પેશ્યલ અરજી કરતા જે કોર્ટ ઓફ ક્ધટેન કરી ચીફ ઓફિસર ને હાજર રહેવાનો હુકમ કર્યો.

દે.બારીઆ,દેવગઢબારિયા પાલિકા પ્રમુખને પક્ષાંતર ધારા હેઠળ સભ્ય પદેથી સસ્પેન્ડ કરતા હાઇકોર્ટ સ્ટે આપવા છતાં ચીફ ઓફિસરે આજદિન સુધી પ્રમુખને ચાર્જ ના આપતા આખરે આ બાબતે સ્પેશિયલ અરજી કરતા કોર્ટ ચીફ ઓફિસરને કોર્ટમાં હાજર રહેવા આદેશ કરતાં નગરમાં ચર્ચાનો વિષય.

દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન નાથાણી સામે પક્ષાંતરધારા હેઠળ માજી પ્રમુખ મદીના બેન ભીખા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માં અરજી કરતાં જે અરજીના અનુસંધાને કોંગ્રેસ પક્ષમાંથી જીતી અને કોંગ્રેસના સભ્યોની દર ખાસ અને ભાજપના ટેકાથી પ્રમુખ બનેલા દક્ષાબેન નાથાણી ને પક્ષાંતર ધારો લાગતાં તેમને નામોદીષ્ટ અધિકારીએ પક્ષાંતર ધારા અધિનિયમ ૧૯૮૬ ના અન્વયે ગેરકાય ઠેરવવા નો હુકમ કર્યો હતો જેને લઇને આ હુકમના કારણે દક્ષાબેન નાથાણીને સભ્ય પદે થી સસ્પેન્ડ કરવામાં આવતા તેઓ પાસેનો પ્રમુખ નો હોદ્દો પણ ગયો હતો અને પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખે સંભાળ્યો હતો. ત્યારે દક્ષાબેન નાથાણી ખરેખર પ્રમુખ ચૂંટણી લડીને અને તે પણ બંને ઉમેદવારો વચ્ચે પ્રમુખની ચૂંટણી ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળવાથી પ્રમુખ બન્યા હતા જેથી દક્ષાબેન નાથાણી દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નામોદીષ્ટ અધિકારીના હૂકમ ને લઈ હાઈ કોર્ટના દરવાજા ખખડાવતા કોર્ટ દ્વારા તારીખ ૨૭/૦૧/૨૦૨૧ નાં રોજ દક્ષાબેન નાથાણી તરફે હાઈકોર્ટે સ્ટે આપતા તેઓનો સભ્યપદ યથાવત રહેતા જે સ્ટે નેેેેલઇ દક્ષાબેન નાથાણી દેવગઢ બારીયા નગરપાલિકામાં હાજર થવા જતા પાલિકા ચીફ ઓફિસર દ્વારા તેઓને હાજર નહીં કરતા અને પ્રમુખનો ચાર્જ નહીં સોંપતા હાઇકોર્ટના હુકમને સ્થાનિક ચીફ ઓફિસર થી લઇ જિલ્લાના અધિકારીઓ જાણે ઘોળીને પી ગયા હોય તેમ લાગતા આખરે દક્ષાબેન નાથાાણીના દ્વારા ફરીથી હાઈકોર્ટમાં સ્પેશિયલ અરજી કરતા જે અરજી હાઈકોર્ટમાં ધ્યાને આવતાં હાઇકોર્ટના હુકમ નો અનાદર થયો હોય અને ઓફિસર આ હુકમને જાણે ઘોળીને પી ગયા હોવાનું કોર્ટને જણાતા કોર્ટ ચીફ ઓફિસર વિરુધ્ધ કોર્ટ ઓફ ક્ધટ્ટેન દાખલ કરી ચીફ ઓફિસરને હાઇકોર્ટમા હાજર રહેવાનો હુકમ કરતા નગરમાં ફરી એકવાર પાલિકાને લઈ ચર્ચાનોનો વિષય બનવા પામ્યો છે. ત્યારે પ્રમુખ દક્ષાબેન નાથાણી ને પ્રમુખનો ચાર્જ આપવામાંં આવશે કે કેમ તેે જોવાનુંં રહ્યું.