સરકારી અનાજનો જથ્થો બારોબાર ગેરવલ્લે કરવાના કૌભાંડમાં શહેરા મામલતદાર દ્વારા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોધાવામાં આવી

  • ગોડાઉન મેનેજર મુખ્ય આરોપી તેમજ અન્ય બે ઈસમો ને શકદાર તરીકે ફરિયાદમાં બતાવવામાં આવ્યા.
  • કાયદાકીય રીતે વસૂલવા પાત્ર રકમ ૩ કરોડ ૬૭ લાખ ઉપરાંતની હોવાની ફરિયાદમાં ઉલ્લેખ.
  • અનાજ કોભાંડ મામલતદાર મેહુલ ભરવાડ ના જણાવ્યા અનુસાર ૧કરોડ ૮૫ લાખ થી વધુ.

શહેરા,
શહેરા મામલતદારે અનાજ કોભાંડ ને લઈને ગોડાઉન મેનેજરને મુખ્ય આરોપી તેમજ અન્ય બે ઈસમો ને શકદાર તરીકે રાખીને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદમા સરકારી અનાજના જથ્થા ની વસૂલવા પાત્ર રકમ ૩કરોડ ૬૭ લાખ હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શહેરા મામલતદાર મેહુલ ભરવાડ અને જિલ્લા મામલતદાર પુરવઠા દેવળ દ્વારા શુક્રવાર ના રોજ શહેરા ના મામલતદાર કચેરી પાછળ આવેલા સરકારી અનાજ ના ગોદામો પર અચાનક છાપો મારી ને ત્યાં રાખવામાં આવેલો સરકારી અનાજનો હાજર જથ્થો તપાસમાં આવ્યો હતો. બન્ને ગોડાઉનમાં થઈને ઘઉનો બંધ જથ્થો ગણી જોતા ૨૬,૫૩૦ બોરિઓની જગ્યાએ ૧૩,૪૦૩ બોરિઓનો હાજર જથ્થો મળી આવ્યો હતો. આમ ૧૩,૧૨૭ બોરીઓનો જથ્થો બારોબાર ગેરવલ્લે થયાનું ધ્યાને આવ્યું હતું. તેજ રીતે ચોખાનો બંધ જથ્થો ગણી જોતા ૧૧,૬૮૯ બોરીઓની જગ્યા એ ૧૦,૩૯૧ બોરીઓ નો હાજર જથ્થો મળી આવ્યો હતો.આમ ૧૨૯૮ ચોખા ની બોરીઓ ની ઘટ સામે આવી હતી. ઘઉ અને ચોખાની આટલા મોટા જથ્થામાં બોરિયો બારોબાર ગેરવલ્લે કરવામાં આવી હોવાનું અનુમાન છે. જો ઘઉ અને ચોખાનીની ગેરવલ્લે થયેલ બોરીઓની કિંમત ગણવામાં આવે તો ૧કરોડ ૮૫લાખ ની થવા જઈ રહી છે. તેના કારણે રાજ્ય સરકાર ને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી રીતે જોઈએ તો વ્યવસ્થા તંત્ર ને અસ્તવ્યસ્ત કરવાનું સુનિયોજિત કાવત‚ ગણી શકાય જે અનુસંધાનમાં શનિવારના રોજ મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા પોલીસ મથક ખાતે પહોંચી સરકારી અનાજના ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત તેમજ ગોડાઉનમાં તપાસણી કરનાર સી.એ. ટીમ ના પ્રતિનિધિ (વિજય તેવર એન્ડ કંપનીના વિશાલ શાહ રહે વડોદરા) અને ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર રોયલ ટ્રાન્સપોર્ટ વતી આરીફ નુ‚લ અમીન શેખ રહે તાલુકા પંચાયતન શહેરાની બાજુમાં ની વિ‚દ્ધમાં ફરિયાદ નોંધાઇ હતી.જેમાં કનૈયાલાલ નાગજીભાઈ રોત ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર ને મુખ્ય આરોપી અને બે ઇસમ અનુક્રમે વિશાલ અને આરીફ ને આ કૌભાંડમાં શકદાર તરીકેનો ફરિયાદ નોંધણીમાં ઉલ્લેખ કરાયો છે.આ અનાજ કૌભાંડમાં એક સરકારી કર્મચારી આરોપી હોવાના કારણે ઈપીકો કલમ ૪૨૦,૪૦૯,૧૨૦ (બી) તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ ૩,૭ મુજબનો ગુનો નોંધ્યો છે.

શહેરા મામલતદારની સુજબુજથી અનાજ કૌભાંડ ખુલવા પામ્યું….

સામાન્યત: આવા કિસ્સામાં કે જ્યા સરકારી અનાજ ના ગોડાઉન આવેલા છે. તેની તપાસણી જિલ્લા મામલતદાર પુરવઠા દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ શહેરામાં આનાથી એકદમ ઉલટી બિના બની કે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા અનાજ કૌભાંડ બહાર લાવવામાં આવ્યુ છે.

શહેરા સરકારી અનાજના ગોડાઉનમા તારીખ ૨૭/૧/૨૧ ના રોજ જિલ્લા મામલતદાર પુરવઠા દ્વારા ઓડિટ કરવામાં આવેલ હતું. તેમાં સ્ટોક બરાબર હતો. પરંતુ શહેરા મામલતદાર દ્વારા તપાસ કરતા આટલા મોટી માત્રમાં ઘઉં અને ચોખામાં ઘટ મળી આવી હતી. તો શું હવે આ કિસ્સામાં કોણ શાહુકાર અને કોણ ચોર ! જિલ્લા મામલતદાર પુરવઠા સાચા કે પછી સરકારી અનાજ ના ગોડાઉન ના ઇન્ચાર્જ મેનેજર સાચા હાલના તબક્કે તો સરકારી અનાજ ગોડાઉન ના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર પોતે શાહુકાર હોવાનું જણાવે છે અને ટેકનિકલ ખામી ના કારણે થયું હોવાનું રટણ કરી રહ્યા છે.

સરકારી અનાજની વસુલવા પાત્ર થતી રકમ ૩ કરોડ ૬૭ લાખ….

શહેરાના સરકારી અનાજ ગોડાઉન માંથી અધધ કહી શકાય તેવી મોટી ૧ કરોડ ૮૫ લાખ જેટલી કિમંત નું અનાજ આ કૌભાંડના મુખ્ય આરોપી તેમજ અન્ય બે શકદાર ઈસમો દ્વારા બારોબાર ગેરવલે કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શનિવારના રોજ ફરિયાદ નોધાઇ હતી. આમ જોવા જઈએ તો સરકારી અનાજના જથ્થાની વસૂલવા પાત્ર રકમ ૩ કરોડ ૬૭ લાખ ને આબે છે.