મામાઅર્થ બ્રાન્ડ નામથી પર્સનલ કેર ઉત્પાદનોનું વેચાણ કરનારી હોંસા કંજ્યૂમર પ્રાઈવેટ લિમિટેડે કહ્યું છે કે, આ વર્ષે 200 લોકોની ભરતી કરશે. કંપનીએ જણાવ્યું છે કે, ટિયર-1 અને ટિયર-2 શહેરોમાં તેમના ઉત્પાદોના વેચાણમાં સારો એવો વધારો થયો છે અને ઓનલાઈન બિઝનેસ તેજીથી વધ્યો છે. એચસીપીએલે જણાવ્યું છે કે, આ વર્ષે તેમની આવક વધીને 500 કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ અને નજીકના ભવિષ્યમાં તેનું બેગણો થવાનો અંદાજ છે.
1 હજાર કરોડ રૂપિયાનું લક્ષ્ય નક્કી
કંપનીના સહ-સંસ્થાપક અને CEO વરુણ અલઘે જણાવ્યું, અમે અત્યારે 300 લોકો છીએ અને આ વર્ષના અંત સુધી અમે 500 લોકો હશું. તેમાંથી 100 લોકો ઓફલાઈન ખુદરા દળનો ભાગ હશે અને મુખ્ય વૃદ્ધિ દળ, ડીટૂસી દળ, યુઝર્સ સેવા, વિપણન દળ અને અન્ય કામ સંભાળશે. તેમણે જણાવ્યું કે, કંપનીએ ચાર વર્ષમા 500 કરોડ રૂપિયાના બિઝનેસને મેળવ્યો છે અને કંપનીએ હવે 1 હજાર કરોડ રૂપિયાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
સરેરાશ 7.3 ટકાનો વધારો સંભવ
સામાન્ય પણ આ વર્ષે નોકરીના મોર્ચા પર સારા સમાચાર આવી રહ્યા છે. ઈન્ક્રીમેન્ટની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. મહામારી બાદ બિઝનેસ ગતિવિધિયોમાં આશાથી વધારે તેજીથી સુધારો અને યુઝર્સનો ભરોસો વધવાના કારણે કંપનીઓ આ વર્ષે પગારમાં વધારો કરી શકે છે. એક ફર્મે જણાવ્યું છે કે, આ વર્ષે તમારા પગારમાં સરેરાશ 7.3 ટકાનો વધારો થઈ શકે છે. આ છેલ્લા કેટલાક વર્ષની સરખામણીએ સૌથી શ્રેષ્ઠ છે.
કેટલીક કંપનીઓ ડબલ ડિઝિટમાં પણ ગ્રોથ આપશે
ડેલોયટ ટચ તોહમાત્સુ ઈન્ડિયા LLP (DTTILLP) દ્વારા કાર્યાલય અને પગાર વધારાના રૂઝાનો માટે કરવામાં આવેલ 2021ના પ્રથમ ચરણના સર્વેમાં મળી આવ્યું છે કે, આ વર્ષે પગારમાં સરેરાશ વધારો 2020ના 4.4 ટકાથી વધારે, પરંતુ 2109ના 8.6 ટકાથી ઓછુ રહેશે. આ વર્ષે સર્વેમાં સામેલ થનારી 92 ટકા કંપનીઓએ પગારમાં વધારાની વાત કરી છે. જ્યારે છેલ્લા વર્ષે માત્ર 60 ટકાએ આવુ કહ્યું હતું. 20 ટકા કંપનીઓએ આ વર્ષે બે અંકોમાં પગાર વધારાની યોજના બનાવી છે. જ્યારે 2020માં આ આંકડો માત્ર 12 ટકા હતો. સર્વેક્ષણ પ્રમાણે જે કંપનીઓએ છેલ્લા વર્ષે પગાર વધારો કર્યો ન હતો, તેમાંથી 1/3 એ આ વર્ષે વધારે વધારો અથવા બોનસના રૂપમાં તેની ચૂકવણી કરવાની તૈયારી કરી રહ્યું છે.