ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી આખી દુનિયા માટે ખતરા રૂપ છે: શિયા

ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટીનો ઇરાદો અમેરિકામાં લોકતંત્રની જગ્યાએ પોતાની વ્યવસ્થા લાગુ કરવાનો છે


વોશિંગટન
ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગને માફિયા બોસ કહેનાર શિયાએ ફરી એકવાર ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર મોટો પ્રહાર કર્યો છે. ચીનની પ્રખ્યાત સેન્ટ્રલ પાર્ટી સ્કૂલના ભૂતપૂર્વ પ્રોફેસર અને કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા રહી ચૂકેલા કાઈ શિયાએ કહૃાું કે યુ.એસ.એ હવે ચીન સામે કડક પગલાં બેવડી ગતિએ પગલાં ભરવા જોઈએ. તેમણે કહૃાું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી આખી દૃુનિયા માટે ખતરારૂપ છે.


એક ઇન્ટરવ્યુમાં કાઇ શિયાએ કહૃાું હતું કે તેમણે હુવાવે પર ટ્રમ્પ વહીવટતંત્રની કાર્યવાહીને ટેકો આપ્યો છે. યુએસનું કહેવું છે કે હુવાવે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે, જ્યારે ચીની કંપનીએ તેનો ઇનકાર કર્યો છે. તેમણે ચીનના ઉચ્ચ અધિકારીઓ સામે પ્રતિબંધ મૂકવાની અપીલ કરી. તેમણે વિશ્વ સમુદાયને કમ્યુનિસ્ટ પાર્ટીની ‘ઘૂસણખોરીને વિશ્વની સંસ્થાઓમાં પ્રવેશ ના કરવા દેવાની અને રાષ્ટ્રપતિ શી જિનિંપગના સર્વાધિકારવાદી મંતવ્યોના પ્રસારને રોકવા માટે એક સાથે આવે.


કાઈ શિયાએ કહૃાું કે

ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટીનો ઇરાદો અમેરિકાના આધુનિક માનવતાના સ્વતંત્ર અને મુક્ત તથા લોકતંત્ર પર આધારિત વ્યવસ્થાની જગ્યાએ પોતાની વ્યવસ્થાને લાગૂ કરવાનો છે. આપને જણાવી દઈએ કે કાઇ શિયાએ તાજેતરમાં જ આરોપ લગાવ્યો હતો કે શી જિનિંપગ માફિયા બોસ બનવાનો પ્રયાસ કરી રહૃાા છે. ચીનના રાષ્ટ્રપતિની ટીકા કરતો એક ઓડિયો વાયરલ થયા બાદકાઇ શિયાને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.