ગરબાડાના નેલસુર ગામની ધારી પ્રા.શાળા શિક્ષણ મંત્રી હસ્તે કન્યા કેળવણી અને મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો

ગરબાડા, ગરબાડા તાલુકાના નેલસુર ગામની ઘાટી પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી માન્ય કુબેરભાઈ ડીંડોડના અધ્યક્ષ સ્થાનેશાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવ્યો. જેમાં વજેલાવ પગાર કેન્દ્રના તમામ શિક્ષકો તરફથી માન્ય મંત્રીનું ચાંદીનું ભોરીયુ અને સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું. જેમાં પગાર કેન્દ્રના આચાર્ય ધવલભાઇ પ્રજાપતિ, ભુતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડા, નેલસુર મુખ્યના આચાર્ય ગોવિંદભાઈ રાઠોડ, કુતરવડલી આચાર્ય મહેશભાઈ ધૂમ, માતવા પ.ફ.ગીતાબેન બામણીયા, નેલસુર ઘાટીના આચાર્ય જીગ્નેશભાઈ રોઝ, ગાળિયા ફળિયા માતવાના આચાર્ય પ્રતાપભાઈ સોલંકી, માતવા મુખ્યના આચાર્ય રાજેશભાઈ તડવી ઉપસ્થિત રહી મંત્રીનું શાનદાર જોરદાર સન્માન કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ મેડા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિલેશભાઈ મુનિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગઢડીયા, બીઆરસી કો.ઓ. વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.