દે.બારીયાના સરકારી અનાજના ગોડાઉનમાં લો સાંભળો ચોખાનો જથ્થો ઉપલબ્ધ નથી ???

દે.બારીયા, દે.બારીયા તાલુકાની લગભગ 84 દુકાનો આવેલી છે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના સરકારી અનાજના ગોડાઉનમાં જુન 2023 માસનો વિના મુલ્યેના અનાજમાં ચોખાનો જથ્થો સ્ટોકમાં કેમ ઉપલબ્ધ કરતો નથી. જુન માસની 12/06/2023 બાર દિવસ થયા તો પણ જથ્થો લાવવામાં કોણ જવાબદારી લેશે અને શા કારણે પહેલી જુને આવ્યો નથી. તે તપાસ થાય તો ચોંકાવનારી બાબત મળશે. અનાજ માફિયાઓનો ખેલ ચાલી રહ્યો છે ?

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા દે.બારીયાના સરકારી અનાજના ગોડાઉનમાં જુન-2023 માસનો અડધોો માસ વિતવા આવ્યો તેમ છતાં ચોખાનો જથ્થો નથી. જેથી દુકાનદારો ચોખાનો જથ્થો આપશે ત્યારે તમામ અનાજ આપવાની જીદે ચડયા છે. તે કેટલું વ્યાજબી ગણાય ચોખાનો જથ્થો કયારે આવશે કયારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો જથ્થો વિતરણ કરાશે. જેથી લાગતા વળગતા તાલુકા અને જીલ્લાના પદના અધિકારીઓ જે જથ્થો હાજર સ્ટોકમાં છે. તેનું વિતરણ કરવા માટે દુકાનદારોને સમજ આપશે ખરાં ? કે પછી જે સ્ટોકમાં જથ્થો છે તેને સગેવગે કરવા માટે તક અપાઈ રહી છે. કંઈને કંઈ બહાનું આગળ રાખીને દુકાનદારો લાભાર્થીઓને દુકાનદારો ધરમકના ધકકા ખવડાવી રહ્યા છે. તે કોની રહેમનજરે તે તમામ આમ ગરીબ લાભાર્થીઓ સમજાય રહ્યું છે. દુકાનદારો 60 થી 70 ટકા અનાજ ઉંચા ભાવે વેચી સૌનો ભાગ બટાઉં થાય છે ?