મોરવા(હ)ના સાલીયા થી ખાબડા રોડ ઉપર બાઈક સ્લીપ ખવડાવી દેતા બાઈક પાછળ બેઠેલ મહિલાને ઈજાઓ થતાં મોત

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના સાલીયા થી ખાબડા ગામ જવાના રોડ ઉપર બાઈક ચાલક પોતાની વાહન પુરઝડપે હંકારી રોડ ઉપર સ્લીપ ખવડાવી દેતાં બાઈક પાછળ બેઠેલ 28 વર્ષીય મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના સાલીયા થી ખાબડા ગામ જવાના રોડ ઉપર બાઈક નં.જીજે.17.સીએફ.1807ના ચાલક જીતેન્દ્ર સબુરભાઈ પટેલ પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવી બાઈકને રોડ ઉપર સ્લીપ ખવડાવી દેતાં બાઈક પાછળ બેઠેલ શીલ્પાબેન પ્રદિપકુમાર પટેલ ઉ.વ.28ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.