વિપક્ષી બેઠકમાંથી ઓવૈસી, મુસ્લિમ લીગની બાદબાકી

પટણા, પટનામાં યોજાનારી ભાજપ વિરોધી પક્ષોની બેઠકથી અસદુદ્દીન ઓવૈસી અને ઈન્ડિયન મુસ્લિમ લીગને દૂર રાખવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોનું કહેવું છે કે, આ મોરચાની છાપ પહેલેથી મુસ્લિલમોના મોરચાની ના પડે અને ભાજપને મુદ્દો ના મળે તેથી ઐ બંનેને બેઠકથી દૂર રાખવામાં આવશે.

કોંગ્રેેસની સાથે નવા સંસદ ભવનનાં ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરનારા ૨૦ વિપક્ષોમાંથી કુલ ૧૫ પાર્ટીનાં પ્રમુખ જ આ બેઠકમાં હાજર રહશે. બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે જાહેરાત કરી કે, ૧૫ વિપક્ષી પ્રમુખ બિહારનાં નીતીશ કુમારની અધ્યક્ષતામાં થનારી બેઠકમાં પહોંચશે. મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે હાજર રહેવાના છે જ્યારે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે હાજર રહેશે.

બસપા ચીફ માયાવતી, જગન મોહન રેડ્ડી, ચંદ્રશેખર રાવ, નવીન પટનાયક, ચંદ્રબાબૂ નાયડૂ, એચ.ડી. દેવગૌડા, સુખબીર સિંહ બાદલ આ બેઠકમાં હાજર નહીં રહે. આ પૈકી મોટા ભાગના નેતા ભાજપ સાથે જોડાણની ફિરાકમાં છે.