કાલોલ,
કાલોલ નગર પાસેથી પસાર થતી ગોમાનદીમાં ખનિજ માફીયાઓ દ્વારા બે ફામ રીતે રેતીનું ખનન કરી કાલોલ નગરનાં જાહેર રસ્તાઓ પરથી રેતીનાં ટ્રેક્ટરો નિકળતાં હોય છે. કાલોલ ગોધરા રોડ પર આવેલ શિશુમંદિર પાછળ આવેલ ગોમાનદીમાં ખનિજ માફીયાઓ દ્વારા વહેલી સવારથી જ નદીમાં રેતી ઉલેચવાની કામગીરી શ થઈ જતી હોય છે. ખનિજ માફીયાઓ પોતાના પેટનાં ખાડા પુરવા નદીમાં મોટાં મોટાં ખાડા કરી બેફામ રેતી ખનન કરી ટ્રેક્ટરો ભરી ધુમ કમાણી કરતાં હોય છે.
ગોમા નદીમાં બેફામ રીતે ફરતાં વાહનો પણ આર.ટી.ઓ માન્ય છે કે કેમ ? તે તપાસનો વિષય છે પણ આવા ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનિજ માફીયાઓ સામે તંત્ર ચુપ કેમ ? સ્થાનિક તંત્ર અને જિલ્લા ખાન ખનિજ વિભાગ શું આવા ખનિજ માફીયાઓથી અંજાણ છે ? કે પછી ખાણ ખનિજ વિભાગ માત્ર દેખાવ પુરતી જ કામગીરી કરી બાકીના રેતી ખનન માફીયાઓ સામે રહેમ નજર રાખે છે ? કાલોલ ચલાલી થી જંત્રાલ, ઝરડડા સુધી ગોમા નદીમાં બે ફામ રેતી ખનન કરી ખનિજ માફીયાઓ તેમનાં મોજ શોખની સાથે તંત્રની આંખોમાં ધુળ ઝાખતાં હોય તેવું લાગી રહ્યું છે. કાલોલ નગરનાં જાગ્રુત નાગરિકો દ્વારા અનેક વાર ખનિજ માફીયાઓ સામે લેખીત રજુઆત કરવામાં આવી છતાં ” જેસે થે જેવી પરીસ્થીતી સર્જાતી જણાતાં ખાનખનિજ વિભાગ સામે ખનિજ માફીયાઓ પડકાર ફેંકતાં હોય છે.
કાલોલ નજીકથી પસાર થતી ગોમા અને કરડ નદીમાં રેતી ખનન કરતા ખનિજ માફીયાઓ ના વાહનો અને વાહન ચલાવતાં ટ્રેક્ટર ચલાવતાં ડ્રાઈવર પાસે જરૂરી RTO માન્ય પ્રમાણ પત્ર તેમજ લાઈસન્સ હોય છે કે કેમ ? તે પણ એક તપાસ નો વિષય છે. હવે જોવું રહ્યું તંત્ર સામે બેફામ રેતીખનન કરી પડકાર ફેંકતાં ખનિજ માફીયાઓ સામે લાગતું વળગતું તંત્ર શું કામગીરી કરશે.
ખનિજ માફીયાઓ નદીમાંથી ઓવરલોડ રેતી ભરી નદી માંથી બાહર નિકળતાં રેતીના બેંટના ચીલામાં ટ્રેક્ટર ફસાઈ જતાં દુર્ઘટના પણ બની શકે તેવી પરીસ્થીતી સર્જાતી હોય છે અને ટ્રેક્ટર ચાલક પોતાનું પેટીયું રળવા જીવ જોખમમાં મૂકતાં દ્રશ્યો પણ સર્જાતાં હોય છે.