મેઘરાજાની પધરામણી:ઉના ગીરગઢડા પંથકમાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ; દરિયામાં ભારે કરંટ, ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

ઉના, અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ હોય તેમ ઉના ગીરગઢડા પંથકમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. ઉના-ગીરગઢડા પંથકમાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેને પગલે રસ્તા પર પાણી ચાલતા થયાં હતાં.

છેલ્લા ૫ દીવસથી અસ્હ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી પવન સાથે વરસાદ આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉના, સનખડા, નવાબંદર, ગીરગઢડા, દ્રોણેશ્ર્વર, ઇટવાયા, ફાટસર, હરમડિયા ગામોમાં પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી હાલ અત્યારે ખેડૂતો વાવાઝોડાને લઈ અને મુકાયા ચિંતામાં વધારો થયો હતો. તો બીજી તરફ દરિયા કિનારે હાલ દરિયાએ રૂદ્રસ્વરૂપ ધારણ કરતા ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. હાલ ઉના મામલતદાર સહિત અધિકારીઓ દરિયા કિનારે સ્થળ પર દોડી ગયા હતાં.