જીલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને જીલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

દાહોદ,દાહોદ જીલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જીલ્લા આયોજન મંડળની બેઠક કલેકટર કચેરી, દાહોદ સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રી કુબેરભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જે અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે.

આ બેઠકમાં વિકેન્દ્રિત જીલ્લા આયોજન અને એ ટી વી ટી યોજના હેઠળ વર્ષ 2020-21 થી 2022-23 નાં વર્ષોમાં મંજૂર થયેલ કામોની નાણાકીય તથા ભૌતિક સમીક્ષા તથા ખઙકઅઉજ યોજના હેઠળ મંજૂર થયેલ કામોની સમીક્ષા ,વર્ષ 2023-24 માં વિકેન્દ્રિત જીલ્લા આયોજન મંડળ હેઠળની 15% વિવેકાધિંન (તાલુકા કક્ષા) જોગવાઈ મુજબનું તાલુકાવાર તથા સદરવાર આયોજન મંજૂર કરવા અને વર્ષ 2023-24 નું જીલ્લા કક્ષાની ગ્રાન્ટનાં રૂ.150.00 લાખના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી

બેઠકમાં રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર,ધારાસભ્ય રમેશભાઈ કટારા, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાધેલા, કલેકટર ડો હર્ષિત ગોસાવી, જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, આયોજન અધિકારી બી.એમ.પટેલ સંબધિત અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.