- મઘ્ય પ્રદેશના એક વ્યક્તિએ ધોતિયાને ટકાવી રાખવા પથ્થરનો ટૂકડો બાંધ્યો,X-ray જોયા બાદ તબીબોએ 100 MM ની પથરી બતાવી દાખલ થવા જણાવ્યું.
દાહોદ, દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં એક હાસ્યસ્પદ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મઘ્ય પ્રદેશના પેટલાવાદનો રાઘુ લાલુ ભુરીયા નામનો વ્યક્તિને અગાઉ પથરીની બીમારી થતા આ વ્યક્તિએ દાહોદના હોસ્પિટલમાં દવા સારવાર કરાવી હતી. આ દવા સારવાર દરમિયાન પથરી નીકળી છે કે નહીં.?તે અંગે રૂટીન ચેકઅપ માટે આવતા એક્સ-રેમાં ગ્લેડરની જગ્યાએ 100 MM નો પથરો જોવાતા તબીબો આશ્ચર્યમાં મુકાયા હતા.અને દર્દીને દાખલ થવાનુ જણાવતા દર્દી પણ એક તબક્કે અસમંજસતામાં મુકાઈ ગયો હતો.જોકે દર્દીને પરિસ્થતિનો ખ્યાલ આવતાં તેણે તરત જ તબીબોને જણાવ્યું હતું કે પથરી નથી પરંતુ ધોતિયો ખુલીને જાય તે માટે પથ્થરનો સહારો લીધો હોવાનુ કહેતા તબીબોએ આ અંગે ખરાઈ કરવા પુન: આ દર્દીનો એક્સરે કરાવતા દર્દીની વાત સાચી નીકળતા એક તબક્કે હોસ્પિટલના તબીબોમાં રમુજ જેવો દ્રશ્યો સર્જાયો હતો.
આમ, તો કહેવાય છે કે મધ્યપ્રદેશ અજબ છે ગજબ છે અને આવા અજબ ગજબ કિસ્સાઓ મધ્યપ્રદેશના સરહદી વિસ્તાર ઝાબુઆ,અલીરાજપુરમાં ભૂતકાળમાં બનવા પામ્યા છે. જેમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો કંઈક અવનવું કરી દેતા કેટલાક કિસ્સાઓમાં આશ્ચર્ય સર્જાય છે, તો કેટલાક કિસ્સાઓમાં રમુજ ફેલાય છે. ત્યારે તેઓ જ એક હાસ્યાસ્પદ કિસ્સો દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સામે આવ્યો છે. જેનાં પગલે તબીબોમાં રમુજ ફેલાઈ જવા પામી હતી. જેમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના પેટલાદ તાલુકાનો રાઘુ લુલા ભુરીયા ગ્રામ્ય વિસ્તારમાં આવતો હોવાથી બુશટ અને ધોતિયું પહેરે છે. તે ધોતિયું ખુલી ન જાય તે માટે પથ્થરનો સહારો લે છે. આ વ્યક્તિને છેલ્લા ઘણા સમયથી પથરીની બિમારી હોવાથી આ વ્યક્તિની સારવાર દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન આ વ્યક્તિની પથરી નીકળી છે કે નહીં તે અંગે ઝાયડસ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગઈકાલે આવ્યો હતો. પરંતું આ વ્યકિતી ધોતિયું નિકળી ન જાય તે માટે ધોતિયાને પથ્થર વડે બાંધતો હોવાની ટેવ ધરાવતો હોવાથી તે ગઈકાલે ધોતિયામાં પથ્થર બાંધી રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યો હતો. જ્યાં તબીબોએ એક્સરે કરાવવાનું જણાવતા આ દર્દી એકસરે કઢાવતા જે જગ્યાએ પહેલાં પથરી હતી તે તો નીકળી ગઇ હતી.પરંતું ગ્લેડરના ભાગમાં 100 MMનો પત્થરનો ટુકડો જોવા મળતાં એક તબ્બકે એક્સ રે રિપોર્ટ આપનાર ટેકનીકેશન પણ આશ્ચર્યમાં મુકાયા હતા. ત્યારબાદ એક્સરે રિપોર્ટ લઈ આ દર્દી ડોક્ટરોને રિપોર્ટ દેખાડતા તબીબો પણ 100 MMનો પથ્થરનો ટુકડો જોઈ અચરજમાં મુકાયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, કાકા આટલા મોટી ગ્લેડરમાં પથ્થરનો ટુકડો લઈનેલઇને તમે કેવી રીતે જીવી રહ્યા છો. તે એક મોટો સવાલ છે. એટલે તમે ભરતી થઈ જાઓ અને આ પથ્થર કઢાવી લો. આ સાંભળતાની સાથે જ દર્દીના પણ એક તબક્કે હોશ ઉડી ગયા હતા કે, આટલો મોટો પથ્થરનો ટુકડો મારા શરીરમાં છે અને મને ખબર નથી. પરંતુ તેને અચાનક ધોતિયામાં બાંધેલું પથ્થર યાદ આવતા તેને આ પથ્થરની જાણ તબીબોને કરતા તેઓએ ખરાઈ કરવા ફરી એક વખત એક્સરે કઢાવવાનું કીધું હતું અને ત્યારબાદ એક્સરે રિપોર્ટ આવ્યો અને આ રિપોર્ટ જોઈને તબીબોમાં એક તરફ આશ્ચર્ય ફેલાયું તો બીજી તરફ રમુજના દ્રશ્યો પણ સર્જાયા હતા.