શહેરાના પરા વિસ્તારના ઢાકલિયા ગામની પ્રાથમિક શાળામાં બે વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા

  • આ ગામની આંગણવાડીમાં પણ પીવાના પાણીની તકલીફ.
  • શાળાના મુખ્ય શિક્ષક તેમજ ગામના જાગૃતિ નાગરીક દ્વારા પાલિકા સહિતના સબંધિત તંત્રને આ બાબતે અનેક વખત રજૂઆત કરાઈ.
  • ઉકેલ નહી આવતા હાલ શાળા દ્વારા રૂપિયા ખર્ચીને ઠંડા પાણીના 8 જેટલા જગ મંગાવીને બાળકોને પાણી પીવડાતા હોય છે.
  • આવનાર દિવસોમાં ભારતસિંહ બારીયા, ભીખાભાઈ વણકર સહિતના જાગૃત નાગરીકો ઢાકલિયા પ્રાથમિક શાળાની પાણી સમસ્યા હલ નહીં થાય તો તેઓ તેમજ જાગૃત ગ્રામજનો અને વાલીઓ જીલ્લા કલેકટર કચેરી ખાતે આ બાબત રજૂઆત કરશે.
  • શાળામાં પીવાના પાણીની સમસ્યા બે વર્ષથી હોવા છતાં નગર પાલિકા સહિતનાં સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને કોઈ જ ગંભીરતાથી લેવામાં નહી.
  • જીલ્લા કલેકટર આશિષકુમાર આદેશ કરશે ત્યારબાદ આ શાળાની પીવાના પાણીની સમસ્યા હલ થશે એવું લાગી રહયું છે.

શહેરા, શહેરા નગરના પરા વિસ્તારમાં આવેલ ઢાકલિયા ગામની પ્રાથમિક શાળામાં બે વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. શાળાના મુખ્ય શિક્ષક તેમજ ગામના જાગૃતિ નાગરીક દ્વારા પાલિકા સહિતના સબંધિત તંત્રને આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં ઉકેલ નહી આવતા હાલ શાળા દ્વારા રૂપિયા ખર્ચીને ઠંડા પાણીના 8 જેટલા જગ મંગાવીને બાળકોને પાણી પીવડાતા હોય છે. પાલિકા સહિતના સંબંધિત તંત્ર દ્વારા પીવાના પાણીની સમસ્યા હલ નહિ કરતા વાલીઓમાં છૂપો આક્રોશ જોવા મળવા સાથે જ્યારે આગામી દિવસોમાં જીલ્લા કલેકટર ને જાગૃત નાગરિકો અને એસએમસીના અધ્યક્ષ સહિતના સભ્યો રજૂઆત કરશે.

શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઢાકલિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 110 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળામાં પાછલા બે વર્ષથી પાણી સમસ્યા હોવાથી શાળાના મુખ્ય શિક્ષક સહિત જાગૃત નાગરીક દ્વારા નગર પાલિકા તેમજ સબંધિત તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા ખર્ચીને 8 જેટલા ઠંડા પાણીના જગ મંગાવીને બાળકોને પાણી પીવડાવતા હોય છે. આ શાળામાં નળમાં પાણી નથી આવતું તેમજ હેડ પંપ સંપૂર્ણ તૂટી ગયેલ જોવા મળી રહયો હતો.

શાળા ખાતે એસ.એમ.સી. અધ્યક્ષ બાબુભાઈ બારીયા, સભ્ય ભીખાભાઈ વણકર, ભારતસિંહ બારીયા, સોમાભાઈ વણકર તેમજ જાગૃત ગ્રામજન રવિભાઈ અમરસિંહ બારીયા અને વાલી રમણભાઈ ભુલાભાઈ એ મળેલ મિટિંગમાં શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈને શાળામાં ઊભી થયેલ પાણી સમસ્યા અંગે ચર્ચા કરી હતી. આવનારા દિવસોમાં ભારતસિંહ બારીયા, ભીખાભાઈ વણકર સહિતના જાગૃત નાગરીકો ઢાકલિયા પ્રાથમિક શાળાની પાણી સમસ્યા હલ નહીં થાય તો જાગૃત ગ્રામજનો અને વાલીઓ જીલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે જનાર છે. જ્યારે શિક્ષકો પોતાની નૈતિક ફરજ સમજીને શાળામાં આવતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોય છે. શાળામાં અભ્યાસ કરતા અમુક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઘરે થી બોટલમાં પીવા માટે પાણી ભરીને લાવતા હોય છે અને શાળાના સમય દરમિયાન તરસ લાગે ત્યારે ઘરે થી લાવેલ પાણી પિતા હોય છે. જે રીતે આ શાળામાં પીવાના પાણીની સમસ્યા બે વર્ષથી હોવા છતાં નગર પાલિકા સહિતનાં સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને કોઈ જ ગંભીરતાથી લેવામાં નહી આવતા આના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી. આ શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઇ દ્વારા અનેક પ્રયત્નો પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે કર્યા હોય તેમ છતાં તંત્ર દ્વારા બાળકોના હિત માટે પણ નહીં વિચારતા જીલ્લા કલેકટર આશિષ કુમાર આ શાળાની પીવાના પાણી સમસ્યા વહેલી તકે હલ થાય તે માટે તેઓ આદેશ કરે તેવી આશા વાલીઓ અને વિદ્યાર્થીઓ રાખી રહ્યા છે.

બોક્સ…

ઢાકલીયા ગામની પ્રાથમિક શાળાની અંદર આંગણવાડી કેન્દ્ર પણ આવેલ છે. નાના ભૂલકાઓથી લઈને ધોરણ આઠ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા દ્વારા વેચાતાં મંગાવેલ ઠંડા પાણીના જગ માંથી પાણી પીને તરસ છીપાવી પડતી હોય છે. શાળાના મુખ્ય શિક્ષક સહિત અન્ય શિક્ષકો દ્વારા પણ આ પીવાના પાણીની સમસ્યા હલ થાય તે માટે પાલિકા સહિતના સંબંધિત તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું હોય પરંતુ તંત્રની આળસ કે પછી કોઈ અન્ય કારણથી આ શાળાની પીવાના પાણીની સમસ્યા તંત્ર હલ કરી શક્યું ન હતું. જેના કારણે નવા સત્રથી જ શાળા દ્વારા રૂપિયા ખર્ચીને ઠંડા પાણીના જગ મંગાવા પડી રહ્યા હતા. રાજ્ય સરકાર શિક્ષણ બાબતે બહુ જ ગંભીરતા હોય લેતી હોય ત્યારે પાલિકા સહિતના સંબંધિત તંત્રની ઘોરબેદરકારીના કારણે આ શાળામાં અભ્યાસ કરતા અમુક વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી પાણીની બોટલ લાવીને તરસ છુપાવી પડી રહી હોય તો આવી લાલિયા વાડી ક્યાં સુધી ચાલશે તંત્રની ?જીલ્લા કલેકટર આશિષકુમાર આદેશ કરશે. ત્યારબાદ આ શાળાની પીવાના પાણીની સમસ્યા હલ થશે એવું લાગી રહયું છે.