શહેરા, શહેરાના ઢાકલીયા ગામના મુખ્ય તળાવ સુકાઈ જતા ખેડૂતો અને પશુપાલકો ભારે ચિંતિત થઈ ઊઠ્યા છે. હાલ આ તળાવમાં પાણી નથી. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ તળાવને સાફ-સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો અને પશુપાલકો માંથી ઉઠવા પામી હતી. જ્યારે આ તળાવમાં પાણી નહીં હોવાથી પશુપાલકો પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે હેડ પંપ કે ફુવા ખાતે જતા હોય છે. અહીંના સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળે તે માટે સંબંધિત તંત્ર પ્રયાસો કરે તેવી આશા પણ ખેડૂતો રાખી રહ્યા હતા. આ ગામનું મુખ્ય તળાવ 5 એકર કરતાં વધુ લંબાઈ અને પહોળાઈ ધરાવતું હોય તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જાળવણી કરવામાં નહીં આવવા સાથે પાછલા કેટલા વર્ષથી સાફ-સફાઈ પણ નહીં કરવામાં આવતા જંગલી ઝાડી ઝાંખરા પણ ઊગી નીકળ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ તળાવ ની સાફ-સફાઈ કરવા માટે ક્યારેય વિચારશે એતો જોવુજ બન્યુ છે.