ઝાલોદ લાયન્સ કલબ દ્વારા 49 પદગ્રહણ વિધી સમારંભ યોજાયો

  • સોગંધવિધિ માટે બરોડા થી પૂર્વ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા.સંજીવ પંચોલી વિશેષ હાજર રહ્યા.

ઝાલોદ, ઝાલોદ નગર લાયન્સ કલબ સંચાલિત બ્રાઇટ ઈંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે તારીખ 10-06-2023 રવિવારના રોજ રાત્રીના 8:30 કલાકે લાયન્સ કલબ પૂર્વ પ્રમુખ લા.ડો સેજલ દેસાઈનો કાર્યકાળ પૂરો થતાં નવાં બનેલ પ્રમુખ લા.કૃષ્ણકાંત ખંડેલવાલનો સોગંધવિધિ સમારંભ યોજાયો હતો.

કાર્યક્રમની સરૂંવાતમાં સહુ પ્રથમ બરોડા થી આવેલ પૂર્વ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા.સંજીવ પંચોલીને સ્ટેજ પર તાળીયોના ગડગડાટ સાથે લા.સેજલ દેસાઈ દ્વારા આવકારી કરવામાં આવ્યો હતો. તેમજ ઉપસ્થિત અન્ય મહેમાનોમાં દાહોદ લાયન્સ કલબ પ્રમુખ લા.અનિલ અગ્રવાલ ને પણ સ્ટેજ પર આવકારવામાં આવેલ હતા.

લા.સેજલ દેસાઇ તેમજ લા.નયના પટેલ દ્વારા સુંદર પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ રાષ્ટ્ર ધ્વજ વંદના લા.શાલિની અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ લાયન્સ કલબ પ્રમુખ સેજલ દેસાઈ દ્વારા વર્ષ દરમિયાન કરેલ દરેક કાર્ય વિશે ટૂંકમાં ખૂબ જ સુંદર રીતે રજૂવાત કરવામાં આવી હતી. તેમજ આ દરેક કાર્ય કરવાં માટે સાથ આપનાર દરેક લાયન્સ મેમ્બરોનો આભાર માન્યો હતો. ત્યાર બાદ ઉપસ્થિત દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ હતું અને ક્લબનો અહેવાલ લા.નયના પટેલ દ્વારા મુકવામાં આવેલ હતું. ઉપસ્થિત મહેમાન લા.સંજીવ પંચોલી તેમજ નગરના લાયન્સ કલબ મેમ્બરો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

લા. સોનલ દેસાઈ દ્વારા મોહમ્મદ રફીનું સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ ગીતે ઉપસ્થિત સહુના દિલ જીતી લીધા હતા તેમજ ઉપસ્થિત સહુ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમના ગીતને વધાવી લીધેલ હતું. પ્રોગ્રામના કાર્યક્રમને આગળ વધારતા લા.ડો.ધર્મેન્દ્ર અગ્રવાલ દ્વારા બરોડા થી આવેલ સોગંધવિધિના પુરોહિત લા.સંજીવ પંચોલી વિશે ટૂંકમાં ખૂબ જ સુંદર પરિચય આપવામાં આવ્યો હતો.

લાયન્સ કલબ દ્વારા 210 દેશોમાં કરવામાં આવતા કામ વિશે ઉપસ્થિત લોકોને સમજ આપી હતી. લા.સંજીવ પંચોલીએ કહ્યું કે, લાયન્સ કલબ દરેક વિસ્તારોમાં દેશની સેવામાં મદદરૂપ થતો હોય છે. તેમજ તે રાષ્ટ્રના નવ નિર્માણ માટે સતત કાર્ય કરે છે. તેમજ અલગ અલગ ઉદાહરણો આપી તેમણે લાયન્સ કલબ થકી થતાં કાર્ય વિશે સમજ આપી હતી. સંજીવ પંચોલી નેશનલ તેમજ સ્થાનિક ચેનલોમા ઘણી બધી ડીબેટોમા ભાગ લઈ ચૂકેલ છે.

સંજીવ પંચોલી દ્વારા લાયન્સ કલબના મેમ્બરોને સામૂહિક રીતે સોગંધવિઘી કરાવી હતી. તેમજ નવા બનેલ લાયન્સ કલબ પ્રમુખ કૃષ્ણકાંત ખંડેલવાલને સહુ લાયન્સ કલબ મેમ્બરોએ નવો પદભાર સંભાળવા માટે સ્ટેજ સુધી આવકારી લઈ ગયેલ હતા. ત્યાં સંજીવ પંચોલી એ તેમને લાયન્સ કલબ પ્રમુખ તરીખે સોગંધવિધી કરાવી હતી. નવા બનેલ લાયન્સ કલબ પ્રમુખ દ્વારા પૂર્વ પ્રમુખ લા.સેજલ દેસાઈની કામગીરીની પ્રસંશા કરી હતી. તેમજ તેઓ પણ સતત સારી કામગીરી કરવા પ્રયત્નશીલ રહેશે તેમ કહ્યું હતું. છેલ્લે આભાર વિધી લા.મૂકેશ અગ્રવાલ દ્વારા કરવાના આવી હતી. આ સમગ્ર સ્ટેજ પ્રોગ્રામનું સંચાલન લા.સોનલ દેસાઈ તેમજ લા.જવાહર અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું .