ગોધરા ચિખોદ્રા હમીરપુર 117-141-32 વાળી જમીનો ઉપર ભાડા પટ્ટો પુરા થયાની નોટીસ બાદ કાર્યવાહી કયારે થશે

ગોધરા, ચિખોદ્રાના તથા હમીરપુરના રે.સ.નં.117-141-32 સરકારી તેમજ ધાર્મિક રામજી મંદિર આવેલી છે. જે જમીનો ગોધરા મામલતદાર તાત્કાલીક દ્વારા ગોધરા ભુમાફિયા તથા ટોચ મર્યાદાથી જમીનો ધરાવતા મેહબુબ એહમદ સીંધીને ગરીબ ખેડુતોને આપવાને બહાને તેઓને ના જેવી રકમમાં બીજા હકકે પધરાવી દીધેલ છે. જે અંગે ગુજરાત સરકાર દ્વારા સરકારી મિલ્કતો ક્રમાંક દબાણ10210/1016/12 તા.16/07/2022ના આદેશો અનુસાર તથા જીલ્લા કલેકટર પંચમહાલના આદેશો અનુસાર આ મિલ્કતો ઉપર લેન્ડ ગ્રેબિંગ દરખાસ્ત ગ્રામ્ય વિભાગ મામલતદાર દ્વારા કોઈ કરતા કોઈ સરકારહીતમાં કે ધાર્મિક મિલ્કતોમાં કોઈ કાર્યવાહી આજદિન સુધી કરેલ નથી. આમ, જમીનો ભુમાફિયા મેહબુબ અહેમદ સીંધીને 117-141-વાળી જમીનોમાં નોંધ નં.2 રામજી મંદિરના વહીવટદારની નોંધ ધ્યાણે લીધેલ નથી અને નોંધ નં.2 ઓનલાઈન હોવા છતાં આ નોંધ નંબર કયા કયા કર્મચારીઓ દ્વારા નોંધ મૂકી અને કયા કયા અધિકારીઓના અંગુઠા મારી ઉડાવી લેવામાં આવેલ છે. જે જીલ્લા કલેકટર તકેદારી સેલ તપાસ કરશે તેવી માંગો ઉઠવા પામેલ છે. આમ, કોઈ ધાર્મિક મિલ્કતો રેવન્યુ કર્મચારીઓને કે અધિકારીઓને આપેલ નથી. તેમજ રેવન્યુ કોર્ટો સાથે ધાર્મિક મિલ્કતોનું મેળવનું થઈ શકે નહી તેમ છતાં મેહબુબ એહમદ સીંધી દ્વારા પંચમહાલ જીલ્લાના અધિકારીઓનુંં નિચલા અધિકારીઓ ઉપર કાયદા વિરૂદ્ધ દબાણો લાવી પોતાની ફરજ દરમિયાન જે જીલ્લા કલેકટર ગોધરા એ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી. તેમજ પી.એ.રાઠોડ ચીટુ.કલેકટર કુંભાણી દ્વારા નાગરિક તરફથી આ રજુઆતો ધાર્મિક તથા સરકારી જમીનોની રજુઆતો કરેલ છે. જે અંગે ગ્રામ્ય વિભાગ મામલતદારને સુચનાઓ આપવામાં આવેલ છે. કોઈપણ સરકારી મિલ્કતો આપવામાં આવે તો ચાવડા ખાતે નોટીસ ચોંટાડવામાં આવે છે અને આવી મિલ્કતો ઓછા ખેડુતો ગરીબ ધરાવતા ઈસમોને આપવાની જોગવાઈઓ છે. તેમ છતાં ગોધરા ભુમાફિયા મેહબુબ એહમદ સીંધીને 420-રૂા. વાર્ષીક ભાડામાં આપી દીધેલ છે અને તે પટ્ટો 1 વર્ષનો હતો અને પટ્ટો પુરો હોવા છતાં સરકારી મિલ્કતો ઉપર રાજ્ય સરકારના સેવકો દ્વારા અનેક પ્રકારના સરકારી અનેક પ્રકારના લાભો લેવા છતાં કોઈ કાર્યવાહી કે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ કરેલ નથી અને પટ્ટાનો કોઈ સમય મર્યાદા રીવ્યુ કે પરત લેવાનો ગોધરા ગ્રામ્ય મામલતદાર દ્વારા દરખાસ્ત તકેદારી સમિતિમાં કરી કરાવવામાં આવેલ નથી. આવી સરકારી તથા ધાર્મિક મિલ્કતો જે કરોડોમાં આવે છે. તે મિલ્કતો કર્મચારીઓ દ્વારા ખોટી નોંધો મૂકી અધિકારીઓના ધ્યાણ બહાર લાંચ રૂશ્વતો લઈ ભુમાફિયાઓને પધરાવી દેવામાં આવે છે અને વકફ ટ્રસ્ટની મિલ્કતોમાં ચેરીટી કમિશ્ર્નર કોર્ટમાં નોધણી કરવામાં આવે છે. પરંતુ ચિખોદ્રાના રે.સ.નં.117-141 જમીનો બાબતે કોઈ ચેરીટી કમિશ્ર્નરની પરવાનગી લીધા હોવાની નોંધ હુકમની નથી. જે ગ્રામ્ય મામલતદાર યોગ્ય ગંભીર પ્રકારથી નજર અંદાજ અને બન્ને સાથે નિગાહે લેવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થાય તેમ છે. આ ભુમાફિયા મેહબુબ એહમદ સીંધી દ્વારા ગ્રામ્ય મામલતદાર ઉપર ભારપૂર્વક પરેશર આપવામાં આવેલની હકીકતો તેમના વિલંબ તથા નહીં કરેલ વિગતો જોવાથી થાય છે. જેથી આ બાબતે ગ્રામ્ય મામલતદાર ગોધરા પાસે જીલ્લા કલેકટર પંચમહાલ તકેદારી સમિતિ દ્વારા ખુલાસો માંગવામાં આવે તો તમામની તમામ વિલંબ કરેલની વિગતો બહાર આવે તેમ છે. જેથી ગુજરાત સરકારના આદેશોનું પાલન નહી કરનાર કર્મચારીઓ, અધિકારીઓથી નારાજ છે અને તેઓ કર્મચારીઓ 3/4/ની બદલીના આદેશો ગુજરાત સરકાર દ્વારા તમામ કલેકટરોને આપી દીધેલા છે. જેથી આ બાબતે કયા કયા કર્મચારીઓ દોષીત છે. જે બદલ તેઓ સામે યોગ્ય પગલાં લેવા તથા તેઓ સામે જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા અધિકાર પરત્વે ખાતાકીય તપાસ થાય તેવી નાગરીક દ્વારા માંગ છે. જો આવી જમીનો સરકારી હિત ધરાવતી જમીનો તપાસ કરવામાં આવે તો શહેર-ગ્રામ્ય ગોધરા વિગતોથી મળી આવે છે. જે જીલ્લા કલેકટર જો આવી મિલ્કતો ઉપર નજર રહેશે નહી તો સરકારને નુકશાન થાય તેમ છે.